HEALTH TIPS : સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત..
HEALTH TIPS : ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય. આવી સ્થિતિ હોય તો પેટની ગરમીને શાંત કરવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં નિયમિત રીતે એવી વસ્તુઓ ખાવી છે કુદરતી રીતે ઠંડક આપે.
ફુદીનાના પાન
ફુદીનાના પાનને સવારે ચાવીને ખાવાથી પેટની બળતરા શાંત થાય છે. લીમડાના પાનમાં મેન્થોલ ગુણ હોય છે જે પેટની ગરમી અને બળતરા ને ઘટાડે છે. એસીડીટી મટાડવા માટે ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ.
જાંબુના પાન
જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે તેવી જ રીતે જાંબુના નાના અને કોમળ પાન પેટની સમસ્યાને દૂર કરે છે. પેટમાં જો બળતરા થતી હોય તો જાંબુના પાનને ચાવીને ખાવા જોઈએ. તેનાથી પેટની ગરમી શાંત થાય છે.
આ પણ વાંચો: 7 Gamers : કોણ છે ? આ 7 ગેમર્સ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ? લાખો લોકો કરે છે તેમને ફોલો..
તુલસીના પાન
પેટની ગરમીને શાંત કરવા માટે તુલસીના પાન પણ ચાવીને ખાઈ શકાય છે. તુલસીના પાનમાં એવા ગુણ હોય છે જે પેટને ઠંડક આપે છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇનલેમેટ્રી ગુણ હોય છે. તેનાથી પેટની ગરમી તુરંત શાંત થાય છે.
આ પણ વાંચોઃ Multibagger stocks : ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન..
લીમડાના પાન
લીમડાના પાનમાં પણ ઘણા બધા ગુણ હોય છે. સમસ્યા હોય તો રોજ સવારે લીમડાના બે પાન ચાવીને ખાઈ લેવા જોઈએ. ગરમીના દિવસોમાં લીમડાના પાન ચાવીને ખાવાથી પેટની ગરમી શાંત થાય છે અને શરીરને ઠંડક મળે છે.