Health Tips : જો-જો ક્યાંક તમારા શરીરમાં તો નથી ને આ લક્ષણ? નહીંતર કિડનીને થઇ શકે છે આડઅસર…
Health Tips : કિડનીના ક્રોનિક સ્ટેજ પર અમુક લક્ષણ જોવા મળે છે. જેનાથી જાણકારી મળે છે કે કિડની ખરાબ થઈ રહી છે. પરંતુ જો આ લક્ષણ વધારે દેખાય તો જરૂરી છે કે ચેકઅપ કરાવો અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો.
Health Tips : દુનિયાભરમાં માર્ચના બીજા ગુરૂવારે વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોમાં કિડનીની બીમારીને લઈને સતર્ક કરવાનો છે. વર્ષ 2024માં કિડની ડેની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ. થીમનો ઉદ્દેશ્ય દરેક બેકગ્રાઉન્ડ અને લોકો સુધી કિડનીને હોલ્ધી બનાવી રાખવા માટે જરૂરી દવાઓ અને સુવિધાઓને પહોંચાડવાનું છે.
Health Tips : કિડનીના પ્રત્યે ફેલાઈ રહેલી જાગરૂકતાની વચ્ચે જાણવું જરૂરી છે કે ક્યાંક તમારી કિડની તો કમજોર નથી થઈ રહીને. કારણ કે કિડનીની બીમારીના શરૂઆતી ચરણમાં લક્ષણ ખૂબ જ ઓછા જોવા મળે છે. પરંતુ દેખાઈ રહેલા લક્ષણોને ઈગ્નોર ન કરો અને તપાસ કરાવો.
કિડની શું કામ કરે છે?
કિડની શરીરનું ખૂબ જ જરૂરી અંગ છે. તેની મદદથી શરીરમાંથી કચરો બહાર નિકળી જાય છે. કચરો, ટોક્સિંસ લોહીથી ગળીને કિડની અલગ કરે છે અને યુરિનમાં બદલીને શરીરની બહાર કરે છે. ફક્ત ટોક્સિંસ જ નહીં પરંતુ કિડની શરીરમાં ઈલેક્ટ્રોલાઈટને બેલેન્સ પણ કરે છે. જેનાથી આખી બોડી હેલ્ધી બની રહે છએ. માટે કિડની સારી રીતે કામ ન કરવા પર શરીર બમીર પડી શકે છે.
જો શરીરમાં આ પ્રકારના લક્ષણ જોવા મળે તો સમજી જાઓ કે કિડની ખરાબ થઈ રહી છે. કિડની જો સારી રીતે ફિલ્ટરેશનનું કામ ન કરે તો શરીરમાં વેસ્ટ જમા થવા લાગે છે. કિડની ફંક્શન કેટલા પ્રમાણમાં કામ કરે છે. લક્ષણ તેના પ્રમાણે જોવા મળે છે.
આ પણ વાંચો : Vastu Tips : ઘરની આ દિશામાં અરીસો મુકવાથી થશે પૈસાનો વરસાદ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ…
કિડની ખરાબ થવા પર જોવા મળે છે આ લક્ષણ
- ઉલ્ટી
- ભૂખ ન લાગવી
- થાક અને કમજોરી
- ઉંઘ ન આવવાની સમસ્યા
- પેશાબ વારંવાર આવવી કે ઓછી ઓવવી
- મગજની એકાગ્રતામાં ઘટાડો
- મસલ્સમાં દુખાવો
- પગ એડિયોમાં સોજો
- સ્કિન ડ્રાય થવી કે ખંજવાડ આવવી
- બ્લડ પ્રેશર હાઈ રહેવું, જેને કંટ્રોલ કરવું મુશ્કેલ હોય
- શ્વાસ લેવામાં મુશ્કેલી આવવી, જેના કારણે ફેફસામાં તરલ પદાર્થ વહેવો
- છાતીમાં દુખાવો, તેના કારણે હાર્ટના કિનારા પર ફ્લૂઈડ બનવું.
- જોકે આ લક્ષણ ઘણી વખત બીજી બીમારીના કારણે પણ આવી શકે છે કારણ કે કિડનીમાં આ પ્રકારના લક્ષણ ક્રોનિક સ્ટેજમાં આવે છે. જેને ઠીક કરવા મુશ્કેલ થઈ જાય
આ પણ વાંચો : LIC : LICએ તેના 1.10 લાખ કર્મચારીઓને આપી હોળીની મોટી ભેટ, વેતનમાં કર્યો 16 ટકાનો બમ્પર વધારો, એરિયર્સ પણ મળશે..
આ રીતે રાખો કિડનીનું ધ્યાન
- આખો દિવસ 7-8 ગ્લાસ પાણી પીવો
- હેલ્ધી અને બેલેન્સ ડાયેટ ખાઓ. જેમાં ફળ, શાકભાજી, સાબુત અનાજ, પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. સાથે જ મીઠુ અને ખાંડ ખાવાનું કંટ્રોલ કરો.
- બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને હંમેશા કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરો.
- સ્મોકિંગ, આલ્કોહોલથી દૂર રહો.
MORE AZRTICLE : Vastu Tips : આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ