Health Tips : આ નાનકડા ફળમાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો, વજન ઘટાડવાની સાથે સાથે હૃદયરોગ-કેન્સર માટે છે ફાયદાકારક…
Health Tips : સ્ટ્રોબેરી મુખ્ય રીતે ઓછી કેલેરી વાળું ફળ છે. જેમાં સોડિયમ તેમજ ખાંડ હોતી નથી. સ્ટ્રોબેરીને આરોગવાથી બીજી કોઈ વસ્તુને જરૂર નથી પડતી અને તે વજન પણ સારા પ્રમાણમાં ઉતારી દે છે.
Health Tips : લાલરંગનું આ મીઠું અને રસીલું ફળ સ્ટ્રોબેરીને લોકો દિલથી ખાય છે. સ્ટ્રોબેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે, એટલી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્ટ્રાબેરી લાલ રંગનું ફળ જે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ લેતા મોઢામાં પાણી આવી જાય.
આ ફળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે જેમાં મિલ્ક શેઇક, આઈસ્ક્રીમ તેમજ રાઈતા માટે પણ એકદમ અનુરૂપ ફળ છે. સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી જ બધાના દિલ જીતી લે છે. સ્ટ્રોબેરી દરેક મોટાથી લઈ નાના બધાની પ્રિય હોય છે.
Health Tips : આ ફળમાં ઘણા પ્રકારના પોષકતત્વો મળી આવે છે. પ્રોટીન, કેલરી, ફાઇબર, આયોડીન, ફોલેટ, ઓમેગા 3, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, વિટામીન બી અને સીના અનેક ગુણોથી ભરપૂર સ્ટ્રોબેરીનું સેવન કરવાથી અનેક બિમારી સામે લડવાની તાકાત મળે છે. સામાન્ય રીતે સ્ટ્રોબેરીને કાચી ખાવામાં આવે છે. આ ઉપરાંત તેને ટોપિંગ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ સ્ટ્રોબેરીના સેવનથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થશે.
Health Tips : સ્ટ્રોબેરીમાં ઘણા વિટામિન હોય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન C, વિટામિન A અને K હોય છે. આ ઉપરાંત, તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને આહાર રેસાથી સમૃદ્ધ છે. ખાસ વાત એ છે કે, તેમાં કોઈ સોડિયમ, કોલેસ્ટરોલ અને ચરબી નથી. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો અને પ્લાન્ટ સંયોજનો હૃદયરોગના આરોગ્ય માટે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.
સ્ટ્રોબેરી ખાવાથી ઘટે છે વજન
એક કપ સ્ટ્રોબેરીમાં 53 કેલરી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર પણ હોય છે, જેના કારણે તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાથી બચી શકો છો. આ સિવાય તેમાં હાજર વિટામિન સી તમારા ચયાપચયને ઝડપી બનાવે છે, જેના કારણે શરીર ઝડપથી કેલરી બર્ન કરે છે.
સ્ટ્રેસ ઘટાડે છે સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીના સેવનથી મૂડ હળવો રહે છે. જેના કારણે તમને સકારાત્મક ઉર્જા મળે છે અને તમે તાજગી અનુભવો છો. જેના કારણે તમને સ્ટ્રેસ અનુભવાતો નથી.
આ પણ વાંચો : Khajrana Ganesh Mandir : ખજરાના ગણેશ મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
કેન્સર સામે મળે છે રક્ષણ
સ્ટ્રોબેરીમાં ફેનોલિક ફ્લેવનોઇડ્ઝ ફાયટો-કેમિકલ્સ આવેલાં છે. સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે રક્ષણ મળે છે. તે એન્ટિ એજિંગ છે એટલે ત્વચાની સુંદરતા માટે ઉપયોગી છે.
વિટામિન ‘B’ અને ‘B-6’
સ્ટ્રોબેરીમાં વિટામિન ‘B’ કોમ્પ્લેક્સ અને વિટામિન ‘B-6’ વધુ પ્રમાણમાં આવેલાં છે. આ બધાં વિટામિનથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અને ફેટ સારા પ્રમાણમાં મેટાબોલાઇઝ થાય છે.
વિટામિન ‘C’
સ્ટ્રોબેરીમાં વિટામિન ‘C’ વઘુ પ્રમાણમાં મળે છે જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. માટે જ વિટામિન ‘C’ વધુ હોય તેવાં ફળો ખાવાથી રોગ સામે રક્ષણ મળે છે. સ્ટ્રોબેરી વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર રાખે છે.
વિટામિન ‘E’
સ્ટ્રોબેરીમાં વિટામિન ‘E’ અને શરીરની સુંદરતા વધારવામાં મદદરૂપ થતાં ફ્લેવેનોઇડ્ઝ આવેલાં છે. સ્ટ્રોબેરીથી ત્વચાની સુંદરતા વાળની સુંદરતા મળે છે. સ્ટ્રોબેરી ચહેરા પર, હાથ પર અને શરીરના અન્ય અંગો પર પડતી કરચલીથી દૂર રહે છે.
આ પણ વાંચો : Astrol Tips : સૂતા પહેલા તમાલપત્રનો આ ઉપાય અજમાવો, રાતોરાત બનાવી દેશે અમીર!
બાળકો માટે ફાયદાકારક
2થી 3 મહિના મળતી સ્ટ્રોબેરી ભરપૂર ખાવી જોઈએ..બાળકોને બપોરે જ્યારે બહુ ભૂખ લાગે અથવા સવારે શાળાએ જતાં પહેલાં 1 વાટકો સ્ટ્રોબેરી ખવડાવવી ફાયદાકારક છે.
હાડકાં અને દાંતને ફાયદો
સ્ટ્રોબેરીમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને આયોડિન આવેલાં છે. પોટેશિયમ ખાસ કરીને હાર્ટરેટને માપસર રાખવાનું કામ કરે છે. વળી બ્લડપ્રેશરને પણ મેન્ટેઇન કરે છે. કોપરથી રેડ સેલ્સ સારા રહે છે. શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવા માટે આયર્ન ઉપયોગી છે. ફ્લોરાઇડથી હાડકાં મજબૂત થાય છે અને દાંતમાં ફાયદો થાય છે.
more article : Rashifal : આજથી શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન, 228 દિવસ સુધી શનિ કરાવશે ફાયદો…