HEALTH TIPS : આ રીતે ટમેટા ખાવાથી શરીરને થાય છે નુકસાન, તમે તો નથી કરતા ને આ ભૂલ ?

HEALTH TIPS : આ રીતે ટમેટા ખાવાથી શરીરને થાય છે નુકસાન, તમે તો નથી કરતા ને આ ભૂલ ?

HEALTH TIPS : ટમેટા ખાવાથી ઇમ્યુનિટી પણ વધે છે. ટમેટા ખાવાથી થતા આ બધા ફાયદા ત્યારે જ થાય છે જ્યારે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જો તમે ટમેટા ખોટી રીતે ખાતા હશો તો ફાયદા કરવાને બદલે નુકસાન કરશે. આજે તમને જણાવીએ ટમેટા ખાવાની સાચી રીત.

HEALTH TIPS : ટમેટાનો ઉપયોગ રોજેરોજ દરેક ઘરમાં થાય છે. ટમેટા રસોઈનું અભિન્ન અંગ છે. ટમેટાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ટમેટા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. દાળ, શાક ઉપરાંત ટમેટાનો ઉપયોગ ચટણી અને સલાડમાં પણ કરવામાં આવે છે. ટમેટા પોષક તત્વથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી શરીરને ફાયદા થાય છે.

HEALTH TIPS : વિટામિન સી થી ભરપૂર ટમેટા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. ટમેટા ખાવાથી ઇમ્યુનિટી પણ વધે છે. ટમેટા ખાવાથી થતા આ બધા ફાયદા ત્યારે જ થાય છે જ્યારે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જો તમે ટમેટા ખોટી રીતે ખાતા હશો તો ફાયદા કરવાને બદલે નુકસાન કરશે. આજે તમને જણાવીએ ટમેટા ખાવાની સાચી રીત.

HEALTH TIPS
HEALTH TIPS

ટમેટાના બી ન ખાવા

HEALTH TIPS : ટમેટા એસીડીક ફળ છે તેથી તેને હંમેશા પકાવીને જ ખાવું જોઈએ. પરંતુ જો તમે કાચા ટમેટાનો ઉપયોગ સલાડમાં કરો છો તો તેના બી દૂર કરી દેવા. બી સાથે ટમેટા ખાવાથી એસિડિટી થઈ શકે છે. તેના કારણે છાતીમાં બળતરા પણ રહે છે. તેથી કાચા ટમેટા ખાવા હોય તો બી કાઢીને ખાવા જોઈએ.

આ પણ વાંચો : Bilnath Mahadev : ગુજરાતનું એવું સ્થળ જ્યાં શ્રીકૃષ્ણએ કરી હતી બિલનાથ મહાદેવની પહેલી પૂજા, નંદિએ ભગાડ્યો હતો ગઝનીને

ખાંડ અને મીઠા સાથે ખાવું ટમેટું 

HEALTH TIPS : ટમેટામાં કુદરતી રીતે જ એસિડ વધારે હોય છે. ટમેટાનું પાચન સરળતાથી થાય તે માટે ખાંડ અને મીઠું ઉમેરીને તેને ખાવા જોઈએ. ખાંડ અને મીઠું ઉમેરવાથી ટમેટાના કારણે એસીડીટી થવાનું જોખમ ઘટી જાય છે.

HEALTH TIPS
HEALTH TIPS

એલ્યુમિનિયમના વાસણમાં ન રાખો ટમેટા 

ટમેટાને પકાવવા માટે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ન કરવો. ટમેટામાં રહેલું એસિડ એલ્યુમિનિયમ સાથે રિએક્ટ કરે છે અને તેના કારણે ટમેટાનો સ્વાદ કડવો થઈ શકે છે. તેથી ટમેટાને પકાવવું હોય તો હંમેશા તાંબા કે સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો.

ટમેટાને રાખો રૂમ ટેમ્પરેચર પર 

મોટાભાગના ઘરોમાં ટમેટાને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ ટમેટાને ક્યારેય ફ્રિજમાં રાખવા નહીં. ટમેટાને હંમેશા રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરવા જોઈએ. જો તમારી ઈચ્છા છે કે ટમેટા ઝડપથી પાકે નહીં તો તેને કેળા કે એવોકાડો જેવા ફળની પાસે રાખવા.

HEALTH TIPS
HEALTH TIPS

more article : Rashifal : 12 વર્ષ બાદ ગુરૂ અને શુક્ર બનાવશે ગજલક્ષ્મી રાજયોગ, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *