Health Tips : ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તુરંત રાહત માટે ટ્રાય કરો આ દેશી ઈલાજ..

Health Tips : ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તુરંત રાહત માટે ટ્રાય કરો આ દેશી ઈલાજ..

Health Tips : ગરમા ગરમ ચા પીવાથી કે પછી કોઈ વસ્તુ ખાવાથી જીભ બળી જાય છે. ત્યાર પછી કેટલા દિવસો સુધી કંઈ પણ ખાવા પીવાની મજા આવતી નથી. જીભમાં વિચિત્ર ઝણઝણાટી થયા કરે છે. જીભ જ્યારે ગરમ વસ્તુ ખાવા પીવાથી બળી જાય તો તુરંત રાહત મેળવવા માટે કેટલાક દેશી ઉપાય ટ્રાય કરવા જોઈએ. આ દેશી નુસખા ઝડપથી રાહત આપે છે.

Health Tips :  ભોજન હંમેશા શાંતિથી અને ધીરે ધીરે ચાવીને કરવું જોઈએ. તેનાથી શરીરને પણ ફાયદો થાય છે અને પાચન પણ સારું રહે છે. જમવાની વાત આવે તો કેટલાક લોકોને ગરમાગરમ જમવાની આદત હોય છે. ગરમા ગરમ ભોજન કરવું તેમાં કાંઈ ખોટું પણ નથી પરંતુ કેટલાક લોકોને એટલી ઉતાવળ હોય છે કે ઘણી વખત તેઓ ગરમાગરમ વસ્તુ જ ખાવા માંડે છે. જેના કારણે જીભ દાઝી જતી હોય છે. આવી સમસ્યા તમને પણ કોઈને કોઈ વાર થઈ જ હશે.

Health Tips : ગરમા ગરમ ચા પીવાથી કે પછી કોઈ વસ્તુ ખાવાથી જીભ બળી જાય છે. ત્યાર પછી કેટલા દિવસો સુધી કંઈ પણ ખાવા પીવાની મજા આવતી નથી. જીભમાં વિચિત્ર ઝણઝણાટી થયા કરે છે. જીભ જ્યારે ગરમ વસ્તુ ખાવા પીવાથી બળી જાય તો તુરંત રાહત મેળવવા માટે કેટલાક દેશી ઉપાય ટ્રાય કરવા જોઈએ. આ દેશી નુસખા ઝડપથી રાહત આપે છે.

Health Tips
Health Tips

મધ

જીભ દાઝી જાય તો મધનો ઉપયોગ કરવો જોઈએ. મધમા એવા આયુર્વેદિક ગુણ હોય છે જે બળતરા ને દૂર કરવામાં મદદ કરે છે. જો ગરમ વસ્તુ ખાધા કે પીધા પછી જીભ દાઝી ગઈ હોય તો એક ચમચી મધને મોઢામાં થોડીવાર માટે રાખો. ત્યાર પછી મધ ગળી જવું. આવું દિવસમાં બે વખત કરશો એટલે રાહત થઈ જશે.

દહીં

દહીંની તાસિર ઠંડી હોય છે. તે જીબમાં થતી બળતરાને શાંત કરવાનો નેચરલ ઉપાય છે. જીભ દાઝી જાય તો ઠંડુ દહીં લઈને જીભ પર રાખી દેવું. તેનાથી બળતરા તુરંત શાંત થઈ જાય છે.

આ પણ વાંચો : Aaj nu Rashifal : આ રાશિ માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે, વાંચો આજનું રાશિફળ..

ચ્વિંગમ 

જીભમાં થતી બળતરા ને મટાડવી હોય તો પીપરમેન્ટ વાળી ચ્વિંગમ ચાવવી જોઈએ. તેનાથી મોઢામાં થતી બળતરા ઓછી થઈ જાય છે. ચ્વિંગમ ચાવવાથી મોઢામાં લાળ વધારે બને છે જેના કારણે જીભ ભીની રહે છે અને બળતરા થતી નથી.

Health Tips
Health Tips

આ પણ વાંચો : Rashifal : 55 વર્ષ બાદ 4 ગ્રહ બનાવશે અત્યંત શક્તિશાળી યોગ, વૃષભ સહિત આ 3 રાશિવાળા બનશે ‘અદાણી-અંબાણી’! સફળતા ચરણ ચૂમશે.

આઈસક્રીમ 

જો ગરમ વસ્તુ ખાધા પછી જીભ બળી જાય તો તેનાથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ખાવું. આઇસ્ક્રીમ ખાવાથી જીભ પરનો સોજો અને બળતરા ઓછા થઈ જાય છે. આઇસ્ક્રીમને થોડું થોડું કરીને મોઢામાં ફેરવતા ફેરવતા ખાવું. જેથી ગરમ વસ્તુના કારણે પ્રભાવિત થયેલી ત્વચા ને ઠંડક મળે.

Health Tips
Health Tips

MORE ARTICLE : Ayodhya : રામ મંદિરમાં થશે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી ડિઝાઇન..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *