HEALTH TIPS : ફળો પર મીઠું ભભરાવીને ખાવાથી શરીરને થાય છે આ 5 નુકસાન, આજે જ બદલી નાખો આ આદત..

HEALTH TIPS : ફળો પર મીઠું ભભરાવીને ખાવાથી શરીરને થાય છે આ 5 નુકસાન, આજે જ બદલી નાખો આ આદત..

HEALTH TIPS : શું તમને ખબર છે કે આ રીતે મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદ તો મળે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે? તમને પણ જો આ આદત હોય તો મીઠું ભભરાવીને ફળ ખાવાથી શું નુકસાન થાય છે તે ખાસ જાણો.

HEALTH TIPS : ફળ એ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. દરેક ઉંમરના લોકો માટે ફળનું સેવન સ્વાસ્થ્યવર્ધક હોય છે. ફ્રૂટ્સ શરીરને હાઈડ્રેટ કરવાની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. ફળનું અનેક રીતે સેવન કરવામાં આવે છે. કેટલાક ફળને કાપીને ખાતા હોય છે તો કેટલાક સ્મૂધી, જ્યૂસ વગેરે બનાવીને સેવન કરે છે.

HEALTH TIPS : કેટલાક લોકોને એવી આદત હોય છે કે કાપેલા ફળ પર મીઠું ભભરાવીને ખાય છે. જેથી સ્વાદ સારો આવે. પણ શું તમને ખબર છે કે આ રીતે મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદ તો મળે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે? તમને પણ જો આ આદત હોય તો મીઠું ભભરાવીને ફળ ખાવાથી શું નુકસાન થાય છે તે ખાસ જાણો.

HEALTH TIPS
HEALTH TIPS

1. પોષક તત્વો ઓછા થાય છે

ફળ પર મીઠું ભભરાવવાથી ફળોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે. જેના કારણે ફળોમાં રહેલા પોષક તત્વો શરીરને મળતા નથી. ફ્રૂટ્સ પર જ્યારે મીઠું ભભરાવીને ખાતા હશો તો તમે જોયું હશે કે ફળોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે. આવામાં આ પોષકતત્વોનો નાશ થાય છે અને તમને તે મળી શકતા નથી.

આ પણ વાંચો : Aaj nu rashifal : ભગવાન શિવની પ્રિયા રાશિ આ રાશિચક્ર ભોલે બાબાને પ્રિય છે, તેઓ હંમેશા પ્રેમ અને આશીર્વાદ વરસાવે છે…

2. મીઠાનું પ્રમાણ વધે

ફળ પર મીઠું ભભરાવવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધે છે. જે શરીર માટે નુકસાનકારક બને છે. દરેક વ્યક્તિએ મીઠાનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ. આવામાં જો તમે ફ્રૂટ ઉપર પણ મીઠું ભભરાવો તો તેનાથી શરીરમાં મીઠું વધે અને બીપી તથા હાર્ટની સમસ્યા થઈ શકે છે.

3. વોટર રિટેન્શનની સમસ્યા

ફળ પર મીઠું ભભરાવીને ખાવાથી શરીરમાં સોડિયમ વધે છે જેના કારણે શરીરમાં અનેક સમસ્યા થાય છે. શરીરમાં વોટર રિટેન્શનની સમસ્યા વધુ પડતા સોડિયમના કારણે થતી હોય છે. વોટર રિટેન્શનની સમસ્યા થાય તો શરીર  ફૂલેલું દેખાય છે. અનેકવાર  હાથ પગમાં સોજા આવી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ફ્રૂટ્સ પર મીઠું ભભરાવવાનું બંધ કરી દો.

HEALTH TIPS
HEALTH TIPS

4. હ્રદય માટે જોખમી

વધુ પડતું મીઠું હ્રદય માટે જોખમી  બની શકે છે. શરીરમાં મીઠાનું પ્રમાણ વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ફળ પર મીઠું ભભરાવવાનું બંધ કરી દો.

આ પણ વાંચો : Rashifal : આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

5. કિડનીની સમસ્યા

ફળો પર વધુ પડતું મીઠું નાખીને ખાવાથી શરીરમાં કિડનીની સમસ્યા થઈ શકે છે. કારણ કે વધુ પડતું મીઠું ખાવાથી શરીરનું પાણી યુરિન અને પરસેવા રૂપે ઝડપથી શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. નિયમિત રીતે આવું થવાથી કિડની પર  ભાર વધે છે અને કિડનીની સમસ્યા થવાનું જોખમ વધે છે.

HEALTH TIPS : ઉપર જણાવેલી તમામ સમસ્યાઓ ફળો પર વધુ મીઠું ભભરાવીને ખાવાથી થઈ શકે છે. ફળોને કાપીને એ જ રીતે ખાઈ લેવા જોઈએ. આમ કરવું એ શરીર માટે ફાયદાકારક હોય છે.

HEALTH TIPS
HEALTH TIPS

MORE ARTICLE : Mehsana : ઐઠોર ગણપતિ મંદિરે 700 વર્ષથી ચાલી આવતી ફૂલોના શુકન વર્તારાની પરંપરા, ગણપતિ દાદાનો ભવ્ય લોકમેળો યોજાયો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *