Health Tips : સ્વાસ્થ્યનો ખજાનો છે માં દુર્ગાનું મનપસંદ આ લાલ ફૂલ, તંદુરસ્ત બની જશે હાર્ટ-લિવર
Health Tips : જાસૂદનું ફૂલ ઘણા ઔષધીય ગુણોથી ભરેલું હોય છે. તેના સેવનથી હાઇ બ્લડ પ્રેશર, ખરાબ ડાઇજેશન, ફેટી લીવરમાં સુધારો સહિત ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળે છે.
Health Tips : જાસૂદ જે ને હિબિસ્કુસના નામે ઓળખવામાં આવે છે, એક સુંદર ફૂલવાળો છોડ છે જેનું ફૂલ મુખ્ય રૂપથી નવરાત્રિ દરમિયાન માં દુર્ગાને ચઢાવવામાં આવે છે. એટલું જ નહી આ ફૂલ ના ફક્ત બગીચાની શોભા વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે.
Health Tips : જોકે આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જાસૂદનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. તેના ફૂલો, પાંદડા અને તેના તાંતણાનો કાવો બનાવીને ઘણી બિમારીના સારવારમાં લેવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિક સ્ટડીમાં જાસૂદના સ્વાસ્થ્ય ગુણોની પુષ્ટિ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં તમે હિબિસ્કુસ સાથે જોડાયેલા જોરદાર હેલ્થ બેનિફિટ્સ વિશે જાણી શકો છો.
1. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ (Helps Lower High Blood Pressure)
NIH માં પ્રકાશિત થયેલા એક અધ્યયનથી ખબર પડે છે કે હિબિસ્કસનું સેવન હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે અને હાર્ટ હેલ્થને સુધારે છે. એવું માનવામાં આવે છે કે તેમાં હાજર એન્થોસાયનિન્સ નામના તત્વો રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.
આ પણ વાંચો : Diabetes : ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ મીઠા ફળ, ગળ્યું ખાવાની ક્રેવિંગને કરે છે કંટ્રોલ..
2. પાચનક્રિયાને સારી બનાવે છે (Improves Digestion)
હિબિસ્કસમાં હાજર ફાઇબર યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. તે આંતરડાની ગતિને સરળ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
આ પણ વાંચો : HEALTH TIPS : દરરોજ લીંબુ પાણીથી કરો દિવસની શરૂઆત, વેઈટલોસ સાથે થશે બીજા અનેક ફાયદા..
3. વજન ઘટાડવામાં મદદરૂપ (Aids in Weight Loss)
2014ના અભ્યાસ અનુસાર હિબિસ્કસ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. જોકે તેમાં ઓછી કેલરી હોય છે અને તેમાં રહેલા ફાઈબરથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ કરે છે.