Health Tips : કાળઝાળ ગરમીમાં પીવાથી થશે ઢગલાબંધ ફાયદા, અનેક સમસ્યાઓમાંથી મળશે રાહત..
Health Tips : લસ્સી પીવાથી કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, જેવા પોષક તત્વો શરીરને મળે છે. ગરમીમાં લસ્સી પીવાથી અનેક ફાયદા થાય છે જે ખાસ જાણવા જોઈએ.
Health Tips : ધોમધખતા તાપમાં શરીરને વધુ પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. આવામાં એવા પીણા પીવા જોઈએ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને સ્વાદિષ્ટ પણ હોય. ભારતમાં લસ્સી એક સૌથી સારું, લોકપ્રિય અને સ્વાસ્થ્યવર્ધક પીણું છે. લસ્સી પીવાથી કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, જેવા પોષક તત્વો શરીરને મળે છે. ગરમીમાં લસ્સી પીવાથી અનેક ફાયદા થાય છે જે ખાસ જાણવા જોઈએ.
ગરમીથી રાહત
લસ્સી પીવાથી તેમાં રહેલું ઈલેક્ટ્રોલાઈટ અને પાણી શરીરની નરમી જાળવી રાખે છે. શરીરની ગરમી નિયંત્રિત રહે છે.
એસિડિટીને આરામ
કઈ પણ ખાઈ લેવાને કારણે આજકાલ એસિડિટીની સમસ્યા ખુબ જોવા મળી રહી છે. આવામાં લસ્સી પીવાથી ફાયદો થાય છે. લસ્સીની તાસીર ઠંડી હોય છે. જેના કારણે અપચામાં પણ રાહત મળે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
લસ્સી પીવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લસ્સીમાં રહેલું પોટેશિયમ અને રિબોફ્લેવિન જેવા તત્વો બ્લડ પ્રેશરને નેચરલી કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…
વજન ઘટાડે
વધેલા વજનથી પરેશાન હોવ તો લસ્સીનું સેવન કરો. લસ્સીમાં કેલરી ઓછા પ્રમાણમાં હોય છે અને ફેટ પણ હોતી નથી. લસ્સી પીવાથી તમારા શરીરની ફેટ બહાર નીકળે છે.
ઈમ્યુનિટી વધારે
લસ્સીમાં મળતું લેક્ટિક એસિડ શરીરના ઈમ્યુનિટી પાવરને વધારે છે.આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકા પણ મજબૂત બને છે.