Health Tips : તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? તો કરો આ પાંચ કામ, આવશે ઘસઘસાટ ઊંઘ..
Health Tips : શું તમને પણ ઊંઘ નથી આવતી? તો આજે અમે એવા ઉપાયો જણાવીશું, જે તમારી ઊંઘ ન આવવાની બીમારીમાં રાહત આપી શકે છે.
Health Tips : શરીર સ્વસ્થ હોવું બહુ જરૂરી છે, અને તેમાં ઊંઘ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પાણી, ખોરાકની જેમ ઊંઘ પણ શરીર માટે ખૂબ જરૂરી છે. શું તમને પણ ઊંઘ નથી આવતી? જો હા, તો તમે એકલા નથી ઘણા લોકો એવા છે કે જેમને રાત્રે ઊંઘ જ નથી આવતી અને ઊંઘ માટે દવા લેવી પડે છે. પણ આજે અમે એવા ઉપાયો જણાવીશું, જે તમારી ઊંઘ ન આવવાની બીમારીમાં રાહત આપી શકે છે.
Health Tips : આજના ભાગદોડવાળા જીવનમાં ઊંઘ ન આવવી એ બીમારી ઘણા લોકોમાં જોવા મળે છે. ઘણા લોકોને તો રાત્રે મોડે સુધી જાગવાની આદત પડી ગઈ છે. શું તમે પણ રાત્રે જાગતા રહો છો? ઊંઘ ન આવવાની સમસ્યાથી ચિંતિત છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે લાંબા સમય માટે સારું નથી. આજે તમને એવા ઉપાયોની વાત કરીશું જે તમને તણાવમુક્ત કરીને ઊંઘની સમસ્યાને દૂર કરશે.
ઊંઘતા પહેલા કરો આ કામ
રાત્રે ઊંઘતા પહેલા કરેલી ક્રિયાઓ આપણી ઊંઘમાં અસર કરે છે. રાત્રે ઊંઘતા પહેલા બ્રશ કરવું, ત્વચાની દેખરેખ કરવી, પલંગ સરખો કરવો. ઊંઘવા માટે આરામદાયક માહોલ તૈયાર કરો જથી મનને ખબર પડે કે હવે ઊંઘવાનો સમય થઇ ગયો છે, આ ક્રિયાનું પાલન કરવું જરૂરી છે.
પ્રાણાયામ કરવો જોઈએ
તણાવ અને ચિંતાનાં કારણે જો ઊંઘ ના આવે ત્યારે પ્રાણાયામ ઉપયોગી સાબિત થઇ શકે છે. પલંગ પર ઊંઘતા સમયે જીભથી તાળવાને સ્પર્શ કરો અને 4 સેકેન્ડ ધીરે ધીરે શ્વાસ લો, પછી 7 સેકન્ડ માટે શ્વાસ રોકો અને ધીરે ધીરે શ્વાસ છોડો. આ ક્રિયાને જ્યાં સુધી ઊંઘ નાં આવે ત્યાં સુધી વારંવાર કરો.
આ પણ વાંચો : rashifal : ‘સૂર્ય અને ગુરુ’ મંગળની રાશિમાં મચાવશે મોટી ધમાલ, આજથી 3 રાશિને સોનાનો સૂરજ ઉગ્યો, પૈસા જ પૈસા આવશે
લખવું એ ઊંઘમાં પણ મદદ કરે છે
મનોચિકિત્સકોના અનુસાર કોઈ પણ પ્રકારના તણાવથી મુક્ત અને આરામથી ઊંઘવા માટે , રાત્રે ઊંઘતા પહેલા કોઈ ડાયરી કે જર્નલમાં કઇંક લખવું તે સારી બાબત છે. આવી રીતે તમારા વિચારોને ડાયરીમાં લખવાથી તમારા મનનાં વધારે પડતા ચિંતાના વિચારો દૂર થશે અને ઊંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થાય છે.
હળવો ખોરાક લેવો.
રાત્રે હમેશા હળવો ખોરાક લેવો જોઈએ અને જો શક્ય હોય તો ઊંઘવાના ત્રણ કલાક પહેલા જમી લો. રાત્રે ગળ્યું કે ફેટ, કેફેઈન વાળા ખોરાકની જગ્યાએ દૂધ અને કેળા ખાવા જોઈએ કારણ કે તેમાં tryptophan નામનું તત્વ હોય છે, જે ઊંઘ માટે ફાયદાકારક હોય છે.
આ પણ વાંચો : Vastu Tips : ઘરની આ દિશામાં અરીસો મુકવાથી થશે પૈસાનો વરસાદ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ…
સ્ક્રીનનો ઓછો ઉપયોગ કરવો.
રાત્રે મોબાઇલ, ટીવી, લેપટોપ એટલે કે સ્ક્રીનનો વધારે પડતો ઉપયોગ પણ ઊંઘના આવવાનું કારણ છે. એટલે તો ઊંઘતા પહેલા ઓછામાં ઓછા 1 કલાક પહેલા કોઇપણ ડીવાઈસનો ઉપયોગ ન કરવો જોઈએ અને બને તો મોબાઈલ ફોનને રાત્રે ઊંઘવાના 1 કલાક પહેલા જ સાઇલન્ટ કરીને બાજુમાં મૂકી દેવો જોઈએ.
જો આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી ઊંઘના આવવાની બીમારી દૂર થઇ શકે છે.
MORE ARTICLE : Gujarat : ગુજરાતના એક જિલ્લામાં હાર્ટ એટેકથી હાહાકાર બે દિવસમાં 6 લોકોના ધબકારા બંધ થયા..