HEALTH TIPS : શરીર પર જામેલા ચરબીના થરને 1 મહિનામાં ઓગાળી દેશે લવિંગ, આ રીતે ડાયટમાં કરો સામેલ
HEALTH TIPS : ભારતીય રસોડામાં એવા કેટલાક મસાલા છે જે ઔષધીય ગુણ ધરાવે છે. આ મસાલા સ્થૂળતાને પણ કંટ્રોલ કરી શકે છે. આવો જ એક મસાલો છે લવિંગ. લવિંગનું પાણી અને લવિંગનો અર્ક વેઈટ લોસ અને પેટની આસપાસ જામેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
HEALTH TIPS : શરીરમાં જ્યારે ચરબી જામવા લાગે છે તો તેને સ્થૂળતા કહેવાય છે. સ્થૂલતા એકદમ ગંભીર સ્થિતિ છે. જેનાથી શક્ય હોય એટલી ઝડપથી છુટકારો મેળવી લેવો. કારણ કે સ્થૂળતાના કારણે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલનું જોખમ પણ વધી જાય છે. સ્થૂળતા મેડિકલ કન્ડિશનના કારણે પણ થઈ શકે છે અને ખરાબ જીવનશૈલીના કારણે પણ થાય છે. સ્થૂળતાથી મુક્તિ મેળવવી હોય તો આહાર પર ખાસ ધ્યાન આપવું.
HEALTH TIPS : ભારતીય રસોડામાં એવા કેટલાક મસાલા છે જે ઔષધીય ગુણ ધરાવે છે. આ મસાલા સ્થૂળતાને પણ કંટ્રોલ કરી શકે છે. આવો જ એક મસાલો છે લવિંગ. લવિંગનું પાણી અને લવિંગનો અર્ક વેઈટ લોસ અને પેટની આસપાસ જામેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
ચરબી ઘટાડવા લવિંગનું પાણી પીવું
HEALTH TIPS : લવિંગનું પાણી બોડી ફેટને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લવિંગનું પાણી તૈયાર કરવા માટે એક જગમાં પાણી ભરીને આઠથી દસ આખા લવિંગ રાખી દેવા. આ પાણીને આખી રાત ઢાંકીને રાખો. ત્યાર પછી બીજા દિવસે આ પાણીનું સેવન દિવસ દરમિયાન કરતા રહેવું. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને કેલેરી ઝડપથી બળે છે.
લવિંગની ચા
HEALTH TIPS : આખા લવિંગને પાણીમાં 10 થી 15 મિનિટ ઉકાળી લવિંગની ચા બનાવો. આ ચાનું નિયમિત સવારે સેવન કરવાથી પાચન સુધરે છે ભૂખ કંટ્રોલ થાય છે અને ચયાપચયની ક્રિયા પણ સુધરે છે. જેના કારણે શરીરમાં ફેટ જામતું નથી.
આ બે રીતે ઉપયોગમાં લેવાની સાથે લવિંગનો પાવડર કરી તેને ભોજનમાં અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો. સૂપમાં, સલાડમાં પણ લવિંગનો પાવડર ઉમેરી શકાય છે. લવિંગનો અર્ક પણ બજારમાં મળતો હોય છે. આ અર્કને પણ પાણીમાં ઉમેરી તેનું સેવન કરી શકાય છે.