Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ન ખાવી જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે સુગર લેવલ..
Health Tips : નાસ્તામાં માત્ર હેલ્ધી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ. સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, તેથી તમારે તેને ક્યારેય છોડવું જોઈએ નહીં. જોકે, ડાયાબિટીસના દર્દીઓએ સવારે નાસ્તામાં શું ખાવું અને શું ના ખાવું એ અહીં તમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાણો શું કહે છે નિષ્ણાત..
ફળો નો રસ
ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું અને શું ના ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાણીતા ડાયેટિશિયન આયુષી યાદવે કહ્યું કે તમારે નાસ્તામાં ફ્રૂટ જ્યૂસનો સમાવેશ ન કરવો જોઈએ, તેના સેવનથી તમારું શુગર લેવલ વધી શકે છે. જે તકલીફનો સબબ બની શકે છે.
સફેદ બ્રેડ
સવારે નાસ્તો કરવાથી આપણું શરીર આખો દિવસ ફિટ રહે છે અને શરીરમાં કોઈ સમસ્યા જોવા મળતી નથી. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુ ઝેર સમાન છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ બ્રેડ, રોટલી અને મીઠી વસ્તુ ના ખાવી જોઈએ.
ચા અને કોફી
ડાયાબિટીસના દર્દીઓએ સવારે ચા કે કોફીથી બચવું જોઈએ નહીં તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાસ્તામાં ચા પીવાથી તમને ઘણું નુકસાન થાય છે.
આ પણ વાંચો : Rashifal : બધી બાજુથી પૈસા આવશે, આજથી બદલાઈ જશે આ ત્રણ રાશીની કિસ્મત, પૈસાના ઢગલા…
મીઠી વસ્તુ
ડાયાબિટીસના દર્દીઓએ તેમના નાસ્તામાં મીઠી વસ્તુઓનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. તેના સેવનથી તમારા શરીરમાં શુગરની માત્રા વધી શકે છે. તેનાથી તમારી તકલીફમાં વધારો થશે.
હાઈ કાર્બ ખોરાક
જેને ડાયાબિટીસ હોય તેણે હાઈ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતી વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ. ઘઉં, દાળ કે રોટલી ના ખાઓ એ જ સારું. જો તમે ઈચ્છો તો તમારા નાસ્તામાં ઈંડા, માછલી અને બદામનો સમાવેશ કરી શકો છો.
more article : Surat : સુરતમાં પિયુષ ધાનાણી ફરી ધોલાઈ, મહિલાએ ઝીંકી દીધા લાફા, આ કારણે થઈ મોટી બબાલ..