Health Tips : આ વિટામીનની ઉણપથી હાર્ટ એટેકનું રહે છે જોખમ, બચવા માટે આજથી જ ખાવાની શરૂ કરો આ વસ્તુઓ..
Health Tips : હાર્ટ એટેકની વાત કરીએ તો હાર્ટ એટેક કે પછી હાર્ટ ફેલિયરથી બચવા માટે ડોક્ટર યોગ્ય ખાણી પીણીની સલાહ આપે છે. જો તમે ખાણીપીણીમાં ગડબડી કરશો તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. મુખ્ય ર ીતે કેટલાક વિટામીન એવા છે જેમની કમી હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. જાણો કયા વિટામીનની કમીથી હાર્ટ એટેકનું જોખમ રહે છે?
Health Tips : શરીરને સ્વસ્થ રાખવા માટે લગભગ તમામ પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જો શરીરમાં પોષક તત્વોની કમી થઈ જાય તો અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થવાનો ખતરો રહે છે. આ પોષક તત્વોમાં તમામ પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. હાર્ટ એટેકની વાત કરીએ તો હાર્ટ એટેક કે પછી હાર્ટ ફેલિયરથી બચવા માટે ડોક્ટર યોગ્ય ખાણી પીણીની સલાહ આપે છે.
જો તમે ખાણીપીણીમાં ગડબડી કરશો તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. મુખ્ય કેટલાક વિટામીન એવા છે જેમની કમી હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. જાણો કયા વિટામીનની કમીથી હાર્ટ એટેકનું જોખમ રહે છે?
કયા વિટામીનની ઉણપથી વધે છે હાર્ટ એટેકનું જોખમ?
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે શરીરમાં વિટામીન ડીની કમીના કારણે હાર્ટએટેકનું જોખમ રહે છે. તેની કમી હાર્ટ સંલગ્ન સમસ્યાઓનું કારણ બને છે. આવા લોકોમાં અન્યની સરખામણીમાં હાર્ટ સમસ્યાઓ થવાની સંભાવના વધુ રહે છે.
આ પણ વાંચો : Gujarat : આ છે ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર,જે સતયુગમાં બ્રહ્મપુર તરીકે ઓળખાતું,જાણો પૌરાણિક મહત્વ…
Health Tips : કેટલાક રિસર્ચમાં સાબિત થયું છે કે જો તમે વિટામીન ડીથી ભરપૂર આહાર લો છો તો તેનાથી હાર્ટ સમસ્યાઓથી બચાવ કરી શકાય છે. હકીકતમાં વિટામીન ડી તમારા શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવાનું કામ કરે છે. તેનાથી તમે હાર્ટ ડિસિઝથી બચી શકો છો. એટલું જ નહીં કેટલાક અન્ય રિસર્ચના તારણોમાં કહેવાયું છે કે જો તમારા શરીરમાં તેની સામાન્ય કમી હોય તો તેનાથી તમારા હાર્ટ પર નેગેટિવ અસર પડી શકે છે. આથી લગભગ દરેક વ્યક્તિએ સામાન્ય રીતે ઓછામાં ઓછી 30 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Vastu Tips : ઘરની આ દિશામાં અરીસો મુકવાથી થશે પૈસાનો વરસાદ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ…
કેવી રીતે કરો વિટામીન ડીની પૂર્તિ
શરીરમાં વિટામીન ડીની કમી દૂર કરવા માટે સૂર્યપ્રકાશ એ સૌથી સારો સોર્સ ગણવામાં આવે છે. આ માટે સવારના સમયે કેટલીક મિનિટો સુધી તડકામાં બેસો. આ સિવાય તમે કેટલીક ખાણીપીણીના માધ્યમથી પણ તેની પૂર્તિ કરી શકો છો. જેમ કે..
– ફેટી ફિશનું સેવન કરો. આ માટે તમે ટ્યૂના, સેલ્મન મેકેરલ જેવી માછલીઓનું સેવન કરી શકો છો.
– ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દહી, દૂધ, અને ચીઝનું સેવન કરો.
– સંતરા, મોસંબી જેવા ફળોનું સેવન કરો.
– સોયા મિલ્ક અને મોટા અનાજ તમારા આહારમાં સામેલ કરો.
MORE ARTICLE : અનોખું મંદિર : 500 વર્ષ જૂનું સૌથી અનોખું મંદિર દારૂ અને સિગારેટ પ્રસાદ તરીકે ચઢે, કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નથી