Health Tips : કબજીયાત અને પેટ ફૂલવાની સમસ્યાનો મૂળમાંથી ઈલાજ કરશે આ 1 મસાલો, આંતરડાની ગંદકી પણ થઈ જશે સાફ

Health Tips : કબજીયાત અને પેટ ફૂલવાની સમસ્યાનો મૂળમાંથી ઈલાજ કરશે આ 1 મસાલો, આંતરડાની ગંદકી પણ થઈ જશે સાફ

Health Tips : કહેવાય છે જેનું પેટ સાફ રહે છે તેનાથી દરેક રોગ દૂર ભાગે છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો કબજીયાતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કબજીયાત વ્યક્તિને દિવસભર પરેશાન કરે છે. આજે અમે તમને કબજીયાત માટે એક ઘરેલુ ઉપાયની માહિતી આપી રહ્યાં છીએ.

Health Tips : કબજીયાત એક એવી બીમારી છે જેમાં સપ્તાહમાં ત્રણ વારથી ઓછુ મળ ડિસ્ચાર્જ થાય છે. કબજીયાતની સ્થિતિમાં મળનો ત્યાગ કરવો મુશ્કેલ થાય છે અને કલાકો સુધી ટોયલેટમાં બેસ્યા બાદ પણ પેટ સાફ થતું નથી. કબજીયાતની બીમારી માટે ઘણા કારણ જવાબદાર છે, જેમ કે વધુ તણાવ, પાણીનું ઓછું સેવન, ડાઇટમાં ફાઇબરવાળા ફૂડ્સનું ઓછું સેવન અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ બીમારી માટે જવાબદાર છે.

સારા સ્વાસ્થ્ય માટે પેટ સાફ અને સ્વસ્થ રહેવું જરૂરી છે. જ્યારે તમને કબજીયાત કે અપચો થાય છે તો તમે સતત ચિંતિત રહો છો અને તમારૂ મગજ કામ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી.

Health Tips
Health Tips

Health Tips : ક્રોનિક કબજીયાત ન માત્ર તમારા પેટ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ તે તમારા રૂટિન જીવનમાં પણ મુશ્કેલી ઉભી કરે છે. જો તમે કબજીયાતથી પરેશાન છો તો કેટલાક નેચરલ નુસ્ખા અપનાવો. ધાણા કિચનમાં રહેલો એક એવો મસાલો છે જે કબજીયાતની સારવાર કરવામાં જાદુઈ અસર કરે છે. ધાણામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં રોગવિરોધી ગુણ હોય છે. એન્ટીઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર ધાણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.

Health Tips : આયુર્વેદ પ્રમાણે ધાણાનું સેવન એલર્ટી, તાવ, પિત્ત જેવી પરેશાની દૂર કરે છે. ધાણાના બીજનું સેવન જો દરરોજ કરવામાં આવે તો પેટ સાથે જોડાયેલી મુશ્કેલી સરળતાથી દૂર કરી શકાય છે. આવો જાણીએ ધાણાના બીજ કઈ રીતે પેટની બીમારી અને કબજીયાત દૂર કરે છે.

આ પણ વાંચો : Health Tips : સૂતા પહેલા ગરમ પાણી પીવાથી આટલા ફાયદા થાય, જાણો

Health Tips
Health Tips

ધાણાના બીજનું સેવન કરશે કબજીયાતનો ઈલાજ

પાચન તંત્ર મજબૂત બનાવવા માટે ધાણાના બીજનું સેવન ખુબ અસરકારક છે. ધાણાના બીજ વાત, કફ અને પિત્તના દોષને દૂર કરવામાં અસરકારક છે. ધાણા પાચન સાથે જોડાયેલી મુશ્કેલી જેમ કે પેટમાં દુખાવો, ભૂખ ન લાગવાની સમસ્યાનું સમાધાન કરવામાં અસરકારક છે. તેનું સેવન કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં સારવાર કરવામાં મદદ કરે છે અને પેટ તથા માંસપેશિઓમાં ગાંઠથી રાહત મળે છે.

આ પણ વાંચો : Health Tips : બદામ ખાવાથી ત્વચાની કરચલીઓ ઓછી થઇ શકે? હેલ્થ એક્સપર્ટે કહ્યું..

Health Tips : આયુર્વેજદમાં ધાણાને લધુ સિન્નગ્ધા કહેવામાં આવે છે જેનો અર્થ છે કે પાચનમાં સારા છે અને બોડીમાં એક તરફનું લુબરીકેશન પણ બને છે. ધાણાની ગરમ તાસીર બોડીમાં વાત, પિત્ત અને કફને બેલેન્સ કરે છે. ધાણાને એક શાનદાર કાર્મિનેટિવ એજન્ટના રૂપમાં માનવામાં આવે છે, જેનો મતલબ ગેસ બનવાથી રાહત મેળવવાનો છે.

Health Tips
Health Tips

Health Tips : પાચન માટે ધાણા શાનદાર ઔષધી છે. તેનો ઉપયોગ પેટ ફૂલવા, ઝાડા, પેટની સમસ્યાઓ, ઉલ્ટી જેવી સમસ્યાઓમાં રાહત અપાવે છે. ધાણા મળ ત્યાગ વધારવામાં પણ મદદ કરી શકે છે. તે અલ્સરેટિવ કોલાઇટિસ અને હેપેટાઇટિસ માટે પ્રભાવશાળી બની શકે છે.

કઈ રીતે કરશો સેવન

એક ગ્લા સ પાણી લો અને તેમાં એક ચમચી ધાણા નાખો અને ઢાંકીને આખી રાત રાખી દો. બીજા દિવસે સવારે તે પાણીને ગાળી લો અને તેનું સેવન કરો. તેના સેવનથી તમને કબજીયાતમાં રાહત મળશે. તમે આ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પણ પી શકો છો.

Health Tips
Health Tips

MORE ARTICLE : Success Story: હજારો કરોડની કંપની છોડી, આજે આ મહિલા કારોબારી પાસે 23000 કરોડની સંપત્તિ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *