Health Tips : પ્રી-ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે તજ, જાણો કેવી રીતે ખાવાથી થાય ફાયદો…

Health Tips : પ્રી-ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે તજ, જાણો કેવી રીતે ખાવાથી થાય ફાયદો…

Health Tips : જે લોકો રોજ 4 ગ્રામ તજનું સેવન કરે છે તેઓમાં ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કંટ્રોલ ગ્રુપની સરખામણીમાં ઓછું હતું. આ રિસર્ચ પરથી સાબિત થાય છે કે તજ શરીરમાં ગ્લુકોઝ અને ચયાપચયને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Health Tips : સ્વાદમાં મીઠું અને તીખું તજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. એમાં પણ તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લડ સુગરના દર્દી માટે તજનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને તજ એવા લોકો માટે લાભકારી છે જેમને પ્રીડાયાબિટીસ છે.

Health Tips : એક સંશોધનમાં સાબિત થયું છે કે તજનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. રિસર્ચમાં એ વાત પર સંશોધન કરવામાં આવ્યું કે કેવી રીતે તજ બ્લડ ગ્લુકોઝને પ્રભાવિત કરે છે. આ રિસર્ચમાં 4 અઠવાડિયા સુધી રોજ 4 ગ્રામ તજ ડાયાબિટીસ હોય તેવા લોકોને ખવડાવવામાં આવ્યું હતું. ચાર અઠવાડિયા પછી સામે આવ્યું કે જે લોકોને તજ આપવામાં આવ્યું હતું તેનું બ્લડ સુગર તજ ન ખાધું હોય તેની સરખામણીમાં કંટ્રોલમાં હતું.

Health Tips
Health Tips

Health Tips : આ રિસર્ચના પરિણામ પરથી સામે આવ્યું કે જે લોકો રોજ 4 ગ્રામ તજનું સેવન કરે છે તેઓમાં ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કંટ્રોલ ગ્રુપની સરખામણીમાં ઓછું હતું. આ રિસર્ચ પરથી સાબિત થાય છે કે તજ શરીરમાં ગ્લુકોઝ અને ચયાપચયને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : અંકરાશિ : આજે આ તારીખે જન્મેલા લોકો સ્ટાર બની જશે, બસ એક વસ્તુ પર રાખજો કંટ્રોલ…

Health Tips : જોકે તલ બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે કેવી રીતે કામ કરે છે તેની સ્પષ્ટ જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ સંશોધનના પ્રાથમિક પરિણામ પરથી એવા સંકેત ચોક્કસથી મળ્યા છે કે તજને ડેઇલી ડાયેટમાં સામેલ કરવાથી એવા લોકોને ફાયદો થાય છે જેમને ડાયાબિટીસ થવાનું જોખમ છે એટલે કે જે લોકોને પ્રીડાયાબિટીસ છે.

Health Tips
Health Tips

Health Tips : આ સંશોધન પછી હવે નિષ્ણાંતો એ વાત જાણવા સંશોધન કરશે કે તજમાં એવા કયા એક્ટિવ તત્વ છે જે બ્લડ સુગરને ઘટાડવાનું કામ કરે છે. સાથે જ એ વાત જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે કે પ્રીડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અને ડાયાબિટીસના જોખમને ઘટાડવા માટે તજ કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Health Tips
Health Tips

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *