Health : દવા વિના બ્લડ શુગરને કરવું છે કંટ્રોલ? તો આજથી જ આ 5 શાકભાજીના જ્યૂસ પીવાનું શરૂ કરો..
Health : આમળાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સ્વસ્થ પીણું છે. તેનું એક માત્ર કારણ એવું છે કે આમળામાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.ડાયાબિટીસની બીમારી આનુવંશિક કારણોસર અને જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. તે એક ક્રોનિક બીમારી છે. આનુવંશિક કારણોસર એટલે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો તમને પણ ડાયાબિટીસ થઈ શકે છે.
જીવનશૈલીના કારણે એટલે કે જો કોઈ વ્યક્તિ અયોગ્ય ખાનપાનનું સેવન કરે, દારૂ અથવા ધુમ્રપાનનું સેવન કરે તો પણ તેમને ડાયાબિટીસ થવાની સંભાવનાઓ છે. ડાયાબિટીસને નાબૂદ ન કરી શકાય પણ તમે તમારા ખાનપાનમાં ધ્યાન રાખી અને સમયસર દવાઓના સેવનને કારણે બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો. જાણો એવા શાકભાજીના જ્યુસ વિશે જેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.
પાલકનું જ્યુસ
Health : ડાયાબિટીસના દર્દીઓએ પાલકના જ્યુસનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તેમાં ફાયબર જેવા જરૂરી પોષક તત્વો હોય છે.
આ પણ વાંચો : મહા માસની પૂનમ : પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો,પિતૃઓ માટે ધૂપ-ધ્યાન નું ધ્યાન કરો દાન કરવાની પરંપરા..
દૂધીનું જ્યુસ
Health : ડાયાબિટીસના દર્દીઓએ દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહેશે. આ સાથે કેટલીક અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.
કાકડીનું જ્યુસ
Health : તમે કાકડીના જ્યુસનું પણ સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ ફાયદાકારક છે. આ સાથે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
આમળાનું જ્યુસ
આમળાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સ્વસ્થ પીણું છે. તેનું એક માત્ર કારણ એવું છે કે આમળામાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
કારેલાનું જ્યુસ
Health : જો તમે તમારા બ્લડ સુગર લેવલને જલ્દી નિયંત્રિત કરવા ઇચ્છતા હોય તો તમારે કારેલાના જ્યુસનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના જે દર્દીઓ નિયમિત રીતે કારેલાના જ્યુસનું સેવન કરે છે, તેમણે દવાઓ પર ઓછું નિર્ભર રહેવું પડે છે.
more article : Hanumanji mandir : ગુજરાતનું સંકટમોચન સ્થળ,જ્યાં પથ્થર પર બેસી ગોળ ફરવાથી મનોકામના થાય છે પૂર્ણ…