Harsiddhi Mataji : રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજ દ્વારા તલવાર મહાઆરતી, તલવારો ટકરાવી માતાજીની આરાધના, જુઓ શૌર્યનો વીડિયો

Harsiddhi Mataji : રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજ દ્વારા તલવાર મહાઆરતી, તલવારો ટકરાવી માતાજીની આરાધના, જુઓ શૌર્યનો વીડિયો

નર્મદાનાં રાજપીંપળા ખાતે આવેલ 423 વર્ષ જૂનું માં હરસિદ્ધ માતાનું મંદિરે છેલ્લા 10 વર્ષથી આસુ સુદ છ઼ઠ્ઠનાં દિવસે રાજપૂત સમાજનાં યુવાનો દ્વારા તલવાર બાજીની આરતી કરી હતી. આ આરતીમાં 10 વર્ષનાં બાળકથી લઈ 40 વર્ષનાં યુવાનો એક સાથે આરતીની ધૂનમાં તલવાર બાજી કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

નવરાત્રીમા માં શક્તિની આરાધનાનું પર્વ આ નવરાત્રીમાં દરેક ભક્તો માં ની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 423 વર્ષ પૌરાણિક માં હરસિધ્ધિ મંદિરે ભક્તો અનોખીરીતે મા ની પૂજા અર્ચના કરે છે.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે. અને એક લોકવાયકા પ્રમાણે તે સમયના મહારાજા વેરીસાલ મહારાજ સાથે માં હરસિદ્ધી ઉજ્જૈન થી રાજપીપળા આવ્યા હતા. અને તેને કારણેજ રાજપૂતોમાં Harsiddhi Mataji પર અપાર શ્રદ્ધા છે. ત્યારે અહીં છેલ્લા 10 વર્ષ થી આસો સુદ છઠે તલવારબાજી કરી માતાની આરતી થાય છે.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

રાજપૂત યુવાનોએ તલવારબાજી કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું

રાજપૂતોની કુળદેવી ગણાતી માં હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે અને બીજું નર્મદાના રાજપીપળામાં આ માં હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય. તે આશયથી અહીના 175 જેટલા યુવાનો છેલ્લા 9 વર્ષથી પ્રયત્નશીલ છે. અને રાજપૂતોએ શૌર્ય તલવાર બાજીની આરતી કરી લોકોમાં આકર્ષણ જમાવે છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવ માં ઘટાડો ,જાણો આજના ભાવ

Harsiddhi Mataji
Harsiddhi Mataji

માતાજીની આરતી અનોખીરીતે તલવારબાઝીથી થાય તે માટે 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકી સાથે આરતીની ધૂનમાં તલવાર બાજી કરે ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

યુવાનોએ સતત તલવાર બાજી કરી માતાજીની અનોખી આરાધના કરી

Harsiddhi Mataji
Harsiddhi Mataji

સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતી માં 175 જેટલા યુવાનોએ સતત તલવાર બાજી કરી માતાજીની અનોખી આરાધના કરી જોકે તલવારએ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે. પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે આશયથી અને સાથે જ આ શસ્ત્ર ચલાવી શકશે. તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરી.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

જો કે આ વર્ષે આ તલવાર મહાઆરતીની વિશેષતાએ હતી કે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ આ તલવાર આરતીમાં ભાગ લીધો હતો.

more article : ગુજરાતમાં આવેલું એકમાત્ર મંદિર જ્યાં શ્રીકૃષ્ણએ માતાજીની પ્રાર્થના કરી હતી, અને વચન માગ્યું હતું….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *