Harsiddhi Mataji : ગુજરાતનું એવું મંદિર જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ, વરસાદમાં પણ પ્રગટે છે જયોત..

Harsiddhi Mataji : ગુજરાતનું એવું મંદિર જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ, વરસાદમાં પણ પ્રગટે છે જયોત..

Harsiddhi Mataji : ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારથી બાર કિલોમીટરના અંતરે જગતીયા ગામ આવેલું છે. જયાં વર્ષોથી કુદરતી ગેસ નીકળે છે.કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે.

Harsiddhi Mataji : ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાનાં જગતીયા ગામે આવેલા શેઠ જગડુશાનાં આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય જોવા મળે છે.દાયકાઓ પહેલાથી આ સ્થળ પર જમીનમાંથી જયોત નીકળે છે. આશ્રમમાં હરસિદ્ધિ માતાજી પણ બિરાજમાન છે. દુરદુરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે. આશ્રમમાં ચાલતી અખંડ જ્યોત ક્યાંથી અને કેવી રીતે થાય છે તેના સંશોધન માટે ઘણા વૈજ્ઞાનિકો આવી ગયા છે. અને તેમને કાંઈ હાથ લાગ્યું નથી.

ગીર સોમનાથના જગતીયા ગામે શેઠ જગડુશા આશ્રમ

Harsiddhi Mataji : ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારથી બાર કિલોમીટરના અંતરે જગતીયા ગામ આવેલું છે. જયાં વર્ષોથી કુદરતી ગેસ નીકળે છે.કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે.આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે.આ ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે.

આ ગેસથી જયોત થાય છે. છતાં આ જયોતની જ્વાળા દઝાડતી નથી.જે શ્રધ્ધા,ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે.અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે.શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે. મોટા વૈજ્ઞાનીકો દ્વારા અનેક વખત પરીક્ષણો કરી અહીંની ધરતીમાં રહેલા ગેસની ક્ષમતા પણ ચકાસવામાં આવી છે.પરંતુ કોઇને તાગ મળ્યો નથી.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

શેઠ જગડુશા આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય

Harsiddhi Mataji : જગતીયા ગામનાં શેઠ જગડુશા આશ્રમ ખાતે દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને પોતપોતાની આસ્થાથી કોઇ પણ બીમારીને દુર કરવા માનતાઓ માને છે.અને માનતા પુરી થતા આસ્થા અનુસાર જયોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે.

શેઠ જગડુશાની જગ્યામાં સાક્ષાત હરસિધ્ધિ માતાજી બિરાજમાન છે. અહીં મહાલક્ષ્મીની પણ કૃપા છે.શ્રદ્ધાળુઓ આ જ્યોત પર ચલણી નોટો રાખીને જ્યોત પ્રગટાવે છે.થોડીવાર પ્રગટેલી જ્યોત નીચેથી ચલણી નોટ સહેજ પણ સળગ્યા વગર આખી નીકળે છે.

આ પણ વાંચો : Stock Market : બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર..

1921માં અંગ્રેજ ઈજનેરે સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા

Harsiddhi Mataji : જ્યોત હાથ વડે ઠારવા છતાં દઝાતું નથી.આજ અહીંનું સત છે.હિમાલયમાં રહેલા જ્વાલાજીની જ્યોત સાથે આ જ્યોતને સરખાવવામાં આવે છે.ગત વર્ષે આ વિસ્તારમાં 70 ઇંચ જેટલો વરસાદ થયેલો ત્યારે પણ આશ્રમમાં કેડસમા પાણીમાં આ જયોત પ્રગટતી હતી.

ગીર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની આ જગ્યામાંથી કુદરતી ગેસ નીકળે છે.ઇસવીસન 1921 માં સયાજીરાવ ગાયકવાડના વખતમાં અંગ્રેજ ઈજનેર કેપ્ટન પાર્મરે આ જગ્યાના સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા.તેમને આ જમીનમાંથી ગેસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેમને જેટલો ગેસ જોતો હતો તેટલો મળ્યો નહોતો.કહેવાય છે કે, ‘આ જ્યોત અને તેના ગેસને આશ્રમ બહાર લઈ જઈ શકાતું નથી.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

પ્રસંગોપાત ગામનું જમણ પણ અહીં કરવામાં આવે છે

Harsiddhi Mataji : શેઠ જગડુશાની જગ્યા ભક્તિ અને આસ્થાનો સમન્વય છે.અહીંથી કોઈ ગેસ કે અન્ય કાંઈ લઈ જવાનો પ્રયત્ન કરે છે.તે લઈ જઈ શકતુ નથી.અહીં લોકોની આસ્થા જોડાયેલી છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો અહીં આવે છે. અને મંત્રમુગ્ધ બની જાય છે. ગામ અને અન્ય લોકો માટે આ જગ્યા આશીર્વાદ રૂપ છે.

આ પણ વાંચો : Diabetes : ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ મીઠા ફળ, ગળ્યું ખાવાની ક્રેવિંગને કરે છે કંટ્રોલ..

ગેસ રંગ અને ગંધ વિહીન છે.તેનાથી આસપાસમાં ક્યાંય પ્રદુષણ ફેલાતું નથી. વાસ્તવમાં આ જગ્યા અતિ ધાર્મિક અને ચમત્કારી જગ્યા છે.ગેસની જયોત દાયકાઓ પહેલાની પ્રજ્વલિત થાય છે. બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન માટે આ જ જયોતમાં રસોઇ બનતી અને બાળકોને ભોજન અપાતું તેમજ ગામમાં પણ કોઇ પ્રસંગોપાત ગામનું જમણ પણ અહીં કરવામાં આવે છે.

Harsiddhi Mataji
Harsiddhi Mataji

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *