Harsh Patel : વડોદરાનો હર્ષ પટેલ UPSCની પરીક્ષામાં ઝળક્યો, ઑલ ઈન્ડિયામાં 392મો રેન્ક પ્રાપ્ત કર્યો..

Harsh Patel : વડોદરાનો હર્ષ પટેલ UPSCની પરીક્ષામાં ઝળક્યો, ઑલ ઈન્ડિયામાં 392મો રેન્ક પ્રાપ્ત કર્યો..

 Harsh Patel : દેશની સૌથી કઠીન ગણાતી UPSCની પરીક્ષામાં ઉતીર્ણ થનારા ઉમેદવારોમાં વડોદરાના હર્ષ પટેલનું નામ પણ સામેલ છે. પાટીદાર યુવકે સમગ્ર દેશમાં 392મો રેન્ક હાસલ કરીને શહેરનું નામ રોશન કર્યું છે.

 Harsh Patel : મૂળ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વતની અને હાલ શહેરના સમા ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા હર્ષ પટેલના પિતા ખાનગી કંપનીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા ગૃહિણી છે.

Harsh Patel
Harsh Patel

 Harsh Patel : 26 વર્ષીય હર્ષ પટેલે ચોથા પ્રયાસે UPSC ક્રેક કરી છે. વડોદરાથી સ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ હર્ષ પટેલે બીટ્સ પીલાની મેકેનિકલ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી હતી. જે બાદ હર્ષ પટેલે માસ્ટર્સ ઈન કૉમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીને હાલ હર્ષ દિલ્હીની એક કંપનીમાં જૉબ કરી રહ્યો છે. IAS બનવાની ઈચ્છા ધરાવતો હર્ષ જરૂર પડશે તો પોતાનું સ્વપનુ સાકાર કરવા ફરીથી UPSCની પરીક્ષા આપવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : Gold Ramayana : સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડી

ગ્રેજ્યૂએશન વખતે જ હર્ષે નક્કી કરી લીધુ હતું કે, તે UPSC ક્રેક કરશે. આ માટે હર્ષે અગાઉ ત્રણ વખત UPSCની પરીક્ષા આપી હતી. જેના માટે એક વર્ષ માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)માં પ્રવેશ મેળવી તાલીમ પણ લીધી હતી.

Harsh Patel
Harsh Patel

આ પણ વાંચો : Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.

ત્રીજી વખત UPSCની એક્ઝામ દરમિયાન હર્ષે ત્રીજા એટેમ્પ્ટમાં મેઈન્સ ક્લીયર કરીને ઈન્ટર્વ્યૂ રાઉન્ડ સુધી પહોંચી ગયો હતો. આખરે હર્ષે ચોથા પ્રયાસમાં સોશિયોલૉજી વિષય સાથે UPSCમાં 392મો રેન્ક મેળવ્યો છે.

Harsh Patel
Harsh Patel

more article : Success Story : આદિત્ય શ્રીવાસ્વત IPSથી બનશે IAS, તેમની UPSC સફર પર એકનજર..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *