Gujaratનું છે આ હરિદ્વાર,ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનો માહોલ જોઈ ગદગદ થઈ જશો

Gujaratનું છે આ હરિદ્વાર,ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનો માહોલ જોઈ ગદગદ થઈ જશો

સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે નવું નજરાણું જોવા મળ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા.

Gujarat
Gujarat

નર્મદા મૈયાની આરતીમાં ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ કરાવતો લાઈટ અને સાઉન્ડ શો. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યો.

Gujarat
Gujarat

નર્મદાના કેવડિયા એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું-નવું નજરાણું ઉમેરવાના પ્રયાસો સતત ચાલું હોય છે

Gujarat
Gujarat

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે.

Gujarat
Gujarat

અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનો આકર્ષણ કેન્દ્ર બન્યું છે,રાત-દિવસનો અલગ નજરો નજરે પડી રહ્યો છે.

Gujarat
Gujarat

ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતી

Gujarat
Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે,જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવા આવે છે.

Gujarat
Gujarat

આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઉભું કરવામાં આવ્યું છે.જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે

Gujarat
Gujarat

મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ

Gujarat
Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. જો કોઇ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat
Gujarat

સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગંગા મૈયાની તર્જ પર માં નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવે છે

Gujarat
Gujarat

રંગબેરંગી લાઇટની એકતાનગરમાં રોશની

Gujarat
Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે.ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટીંગ લગાડવામાં આવી છે,જેનાથી પ્રવાસીઓને રાત્રીનો એક અલગ લાઇટીંગ વાળો નજરો જોવા મળી રહ્યો છે.લાઇટીંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

more article :  Gujaratની એવી જગ્યા જ્યાં મુસ્લિમ સમાજ ના લોકો પહેલા માતાજીને ઘરાવે છે નૈવેધ, અને હિન્દુ લોકો પીરને….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *