સાચા હરિ ભગત છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના જેઠાલાલ…નિત્ય પૂજા, રવિ સભા… જુઓ તસવીરો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દીલિપ જોષી સ્વામિનારાયણ ભગવાનમાં આસ્થા ધરાવે છે. હાલમાં જ જેઠાલાલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં જોવા મળ્યા હતા. તેમજ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અવાર નવાર સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેતા રહે છે
જેઠાલાલ સ્વામિનારાયણ મંદિર માં સેવા આપતા પણ ઘણી વાર નજરે પડે છે તેમજ તેમની દીકરી ના લગ્ન માં પણ સંતો દ્વારા આશીર્વાદ અપાયા હતા અને નટુકાકા ની અંતિમ યાત્રા માં પણ જેઠાલાલ સ્વામિનારાયણ સંતો ને સાથે લઇ પહોંચ્યા હતા
જેઠાલાલ ની દીકરી ના લગ્ન ની કંકોત્રી માં પણ પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ થી લખેલું હતું જેઠાલાલ જ્યારે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા ત્યારે પણ તેમના અંતિમ દર્શનાર્થે સાળંગપુર આવ્યાં હતાં.
દિલીપ જોષી સૌ પહેલાં 2008માં પ્રમુખ સ્વામીને મળ્યાં હતાં. તેઓ જ્યારે પહેલીવાર ગયા ત્યારે બાપા દૂર બેઠાં હતાં અને વચ્ચે મોટું ટેબલ હતું. બાપાને પગે લાગવાની મનાઈ હોય છે. ટેબલ પર જ હાથ મૂકીને બાપાના દર્શન કરીને આશીષ લેવાના હોય છે.
ગુજરાતી એક્ટર અરવિંદ પંડ્યાનાં પુત્ર દેવલ પંડ્યા સાથે જેઠાલાલ ગયાં હતાં ત્યારે દેવલે જ બાપા સાથે દિલીપ જોષીની ઓળખાણ કરાવી હતી. બાપાએ જેઠાલાલનાં હાથનો સ્પર્શ કર્યો હતો અને અડધી સેકેન્ડ સામે જોયું હતું. બાપાના ચહેરા પરનું નૂર અને અને આંખોમાં રહેલો ભાવ દિલીપ જોષી ક્યારેય ભૂલી શકે તેમ નથી.
દિલીપ જોષી સત્સંગની સૂચનાઓ કે પછી સંવાદોનું રેકોર્ડિંગ કરવાનું કામ તરત જ કરી આપતાં. બધા જ કામો પડતાં મૂકીને જેઠાલાલ આ કામને પ્રાથમિકતા આપતાં.
પ્રમુખસ્વામીમાં અપાર શ્રદ્ધા ધરાવતા દિલીપ જોષી માને છે કે સત્સંગને કારણે તેમના મનમાં ચાલતા અનેક વિચારો આવતા બંધ થયા છે. દ્રષ્ટિ બદલાઈ અને વિચારોમાં સ્પષ્ટતા આવી ગઈ હતી.
જેઠાલાલ નિત્ય પૂજા કરે છે અને રવિસભા પણ ચુકતા નથી. આટલી પ્રગતિ અને ઊંચાઈ પર પણ ધર્મ સાથે જોડાઈ ને રહેવું એ ખુબ જ ઓછા લોકો કરી શકે છે તેથીજ લોકો દિલીપ જોશી ને અઢળક પ્રેમ આપે છે