Har har mahadev : ગુજરાતનું એવું શિવલિંગ જેના ચારેય દિશામાંથી થાય છે દર્શન, ભારતમાં માત્ર બે જ આવા મંદિર
Har har mahadev : મંદિરમાં શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય તેવા ભારતમાં માત્ર બે જ મંદિર છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ, અને બીજું જામનગરમાં. જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં કાશીની જેમ અનેક શિવાલયો આવેલા છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. જામનગરની શાન ગણાતા આ મંદિરની સ્થાપનાને 130 વર્ષ જેટલો સમય થયો છે.
Har har mahadev જામનગર શહેરને છોટા કાશી
Har har mahadev : મંદિરમાં શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય તેવા ભારતમાં માત્ર બે જ મંદિર છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ, અને બીજું જામનગરમાં. આવું જ એક મંદિર નેપાળમાં પશુપતિનાથ મહાદેવનુ પણ છે. મહાશિવરાત્રીમાં મંદિરે મહાદેવજીની ચાર પહોરની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભાવિકોનુ ઘોડાપુર ઉમટી પડે છે અને ભાવિકોને મહાદેવજીના અલગ અલગ શૃંગારના દર્શન પણ કરાવવામાં આવે છે…
Har har mahadev : જામનગરનુ કાશી વિશ્વનાથનુ મંદિર ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યુ છે મંદિરના દરેક સ્તંભ પર દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ સજાવવામાં આવી છે અનેક રંગોથી રંગાયેલુ મંદિર ખૂબ જ આકર્ષિત લાગે છે.ભાવિકો નિયમિત મહાદેવના મંદિરે આવી શિવલીંગ પર જળાભિષેક અને પૂજન અર્ચન કરી ધન્ય થાય છે દરેક ભાવિકોને ગર્ભગૃહમાં પૂજા કરવા માટે ધોતી પહેરવી ફરજીયાત છે.
Har har mahadev : આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુજા, અર્ચના, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવ્યુ હતુ. મહાદેવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જામનગરવાસીઓ વર્ષોથી નિયમિત કાશીવિશ્વનાથના દર્શન કરવા આવે છે
Har har mahadev : તે સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિરની જેમ ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દરેક તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે જેમાં શહેરના યુવાન વડીલો ભાગ લઈ મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે.
Har har mahadev : જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર 72 સ્તંભ પર ઉભેલું છે. જેની રચના ચોપાટની જેમ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઇને સાંજ સુધી ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે અને દૂધ અને જળાભિષેક કરે છે.
more article : Amba Maa : બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર……