Hanumanji : સવારે ઉઠીને હનુમાનજીનાં આ ૧૨ નામનો જાપ કરવાથી તમારી વર્ષો જુની દરેક સમસ્યાઓ અને પૈસાની તંગી તાત્કાલિક દુર થઈ જશે
કળયુગ નાં દેવતા કહેવામાં આવતા રામ ભક્ત Hanumanji ને મંગળવાર અને શનિવાર નો દિવસ સમર્પિત કરવામાં આવેલ છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની પુજા અર્ચના કરવાનું વિધાન છે. માન્યતા અનુસાર પ્રભુ શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે સૌથી વધારે પ્રસન્ન થાય છે, જ્યારે ભક્ત શ્રી રામના નામનો જાપ કરે છે.
કહેવામાં આવે છે કે જે જગ્યાએ પણ રામકથા ચાલતી હોય છે, ત્યાં ભક્ત Hanumanji કોઈને કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે. ભગવાન શ્રીરામ તરફથી હનુમાનજીને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલું છે.
કહેવામાં આવે છે કે જે ભક્ત Hanumanji ની વિધિ વિધાનથી પુજા કરે છે, તો હનુમાનજી તેના બધા જ કષ્ટ દુર કરે છે. માન્યતા છે કે બજરંગ બલીના ૧૨ નામનો જાપ કરવાથી ફક્ત ભક્તનું આયુષ્ય વધતું નથી, પરંતુ તેના જીવનમાં રહેલા તમામ દુઃખ નષ્ટ થઈ જાય છે અને તેને સંસારના બધા જ સુખ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીના ૧૨ નામનો જાપ કરવાથી શું લાભ થાય છે.
માન્યતા અનુસાર સવારે વહેલા ઊઠીને જે અવસ્થામાં હોય તે અવસ્થામાં Hanumanji ના ૧૨ નામનો ૧૧ વખત જાપ કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. દરરોજ નિયમિત તે સમય પર હનુમાનજીનું નામ લેવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને સંસારના દરેક સુખ વ્યક્તિને મળે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીના ૧૨ નામનો જાપ બપોરના સમય કરે છે, તે વ્યક્તિ ધનવાન બને છે. બપોર અને સાંજના સમયે હનુમાનજીના નામનો જાપ કરનાર વ્યક્તિ પારિવારિક સુખથી તૃપ્ત બની જાય છે.
Hanumanji ના ૧૨ નામનો જાપ રાત્રે સુતા પહેલા કરવાથી વ્યક્તિની શત્રુ ઉપર જીત થાય છે. તે સિવાય જો તમે હનુમાનજીના ૧૨ નામનો જાપ નિરંતર કરતા રહો છો તો ભક્ત ઉપર હનુમાનજી મહારાજ દસેય દિશાઓ અને આકાશ પાતાળથી રક્ષા કરે છે. માન્યતા અનુસાર લાલ રંગની શાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર ઉપર હનુમાનજીના ૧૨ નામ લખીને મંગળવારના દિવસે જજ તાવીજ બાંધવાથી ક્યારેય પણ માથાનો દુખાવો થતો નથી. ગળા અથવા બાવડા ઉપર તાવીજ બાંધવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે ભોજપત્ર પર લખવામાં આવતી પેન નવી હોવી જોઈએ.
પ્રભુ શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લીધે જ Hanumanji ને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓનું વરદાન મળેલ છે. આ એજ અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ છે, જે કળયુગમાં હનુમાન ઉપાસકોના કલ્યાણનું કામ કરે છે. કળયુગમાં રામભક્ત હનુમાનના દ્વાદશ એટલે કે ૧૨ નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ તકલીફો, સમસ્યાઓ વ્યાધિઓ હનુમાનજી દુર કરે છે. મહાબલિ બજરંગ બલીના આ નામનો ઉચ્ચારણ કરવાથી તમારી વર્ષોથી ચાલી આવેલી પરેશાનીઓ પણ ઘરમાં છુમંતર થઇ જશે.
Hanumanji ના આ નામની મહિમા સામાન્ય રીતે તો અનંત છે. પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ, ઘર અથવા દુકાનમાં બેસીને પણ તમે આ ૧૨ નામનું સ્મરણ કરો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેશે નહીં. તે સિવાય તમારા અટવાયેલા પૈસા પણ તમને પરત મળી જશે અને હનુમાનજીના આ ૧૨ નામ તમને કરજ માંથી પણ મુક્તિ અપાવી શકે છે.
તમે સ્ત્રી હોય કે પુરુષ જો તમારા જીવનમાં પારિવારિક કલેશ રહેતો હોય તો આવા લોકોએ Hanumanji ના ૧૨ નામનો જાપ સંધ્યાકાળમાં કરવો જોઈએ. તેનાથી પરિવારમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે.
જો તમારા જીવનમાં અજ્ઞાત ભય રહેલો હોય અથવા તો શત્રુઓ તમારી ઉપર આવી રહેલા હોય તો તેવામાં આ બહાર નામ તમારા માટે સંજીવની બુટી નું કામ કરશે. આવા લોકોએ રાત્રે સુતા પહેલા આ ૧૨ નામનો જાપ કરવો જોઈએ. Hanumanji ના આ ૧૨ નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી તેમની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહેશે.
Hanumanji ના ૧૨ નામ આ પ્રકારે છે.
ૐ હનુમાન
ૐ અંજનીસુત
ૐ વાયુ પુત્ર
ૐ મહાબલ
ૐ રામેષ્ટ
ૐ ફાલ્ગુન સખા
ૐ પિંગાક્ષ
ૐ અમિત વિક્રમ
ૐ ઉદધિક્રમણ
ૐ સીતા શોક વિનાયન
ૐ લક્ષ્મણ પ્રાણ દાતા
ૐ દશગ્રીવ દર્પહા
more article : Hanumanji : કળિયુગમાં પણ થાય છે ચમત્કાર! હનુમાનજીની આંખમાંથી નીકળ્યા આંસુ, વીડિયો થયો વાયરલ