હનુમાનજીનાં આ મંદિરની સામે આવતાં જ ટ્રેનની સ્પીડ આપોઆપ થઈ જાય છે ઓછી, હનુમાનજી પોતે જ લોકોને બતાવે છે તેમનું ભવિષ્ય
આજે અમે તમને એક મંદિરનાં ના ઉકેલાયેલા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હાલનાં સમયે અમે એક એવા રહસ્યમય મંદિર વિશે જણાવીશું, જેના રહસ્ય વિશે જાણીને તમારું પણ ત્યાં જવાનું મન કરશે. આ મંદિર મધ્યપ્રદેશનાં શાજાપુરનાં બોલાઇ ગામમાં સ્થિત છે, જેને “સિદ્ધિવીર ખેડા હનુમાન મંદિર” કહેવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે શું છે આ મંદિરનું રહસ્ય.
ટ્રેનની સ્પીડ થઈ જાય છે ધીમી
હનુમાનજીનું આ મંદિર રતલામ ભોપાલ રેલ્વે ટ્રેકની વચ્ચે બોલાઈ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દુર છે. કહેવામાં આવે છે કે મંદિરની સામેથી નીકળતા પહેલા ટ્રેનની સ્પીડ ઓછી થઈ જાય છે. સ્થાનીય લોકોનું કહેવાનું છે કે વર્ષો પહેલાં રેલ્વે ટ્રેક પર બે માલગાડી પરસ્પર ટકરાઇ ગઇ હતી. બાદમાં બંને ગાડીના પાઇલોટે જણાવ્યું હતું કે તેમને ઘટનાનાં થોડા સમય પહેલાં જ અઘટિત ઘટનાનો પુર્વાભાસ થઈ ગયો હતો.
તેમને એવું લાગવા લાગ્યું હતું કે જાણે કોઈ તેમની ટ્રેનની સ્પીડ ઓછું કરવા માટે કહી રહ્યું હોય પરંતુ તેમણે ટ્રેનની ગતિ ઓછી ના કરી અને આ કારણે ટક્કર થઈ ગઈ. ત્યારબાદથી અહીંથી પસાર થવા વાળી ટ્રેનની સ્પીડ ઓછી કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો કોઈ ડ્રાઇવર તેને નજરઅંદાજ કરે છે તો ટ્રેનની સ્પીડ પોતાની જાતે જ ઓછી થઈ જાય છે.
ભવિષ્ય બતાવે છે હનુમાનજી
સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં જે પણ આવે છે. તેને તેના જીવનમાં શું ઘટિત થશે તેનો પુર્વાભાસ થઈ જાય છે. કહેવાય છે કે આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી ભક્તોને તેમનું સારું કે ખરાબ ભવિષ્ય જણાવી દે છે, જેનાં લીધે ભક્તો સતર્ક થઈ જાય છે. ઘણા લોકોનો દાવો છે કે તેમને પોતાના ભવિષ્યનો અનુભવ થયો છે. આ અજીબ રહસ્યનાં લીધે આ મંદિર અને અહીંના હનુમાનજી પ્રત્યે લોકોની આસ્થા વધી ગઈ છે અને અહીં પર દુરદુરથી લોકો હનુમાનજીનાં દર્શન કરવા માટે આવે છે.
૩૦૦ વર્ષ જુનું છે આ મંદિર
કહેવાય છે કે આ મંદિર લગભગ ૩૦૦ વર્ષ જુનું છે. અહીં પર હનુમાનજી ભગવાન ગણેશજીની સાથે વિરાજમાન છે. કહેવાય છે કે મંદિરનું નિર્માણ ઠા.દેવી સિંહે કરાવ્યું હતું. અહીં વર્ષ ૧૯૫૯ માં સંત કમલનયન ત્યાગીએ પોતાના ગૃહસ્થ જીવનને ત્યાગ કરીને ઉચ્ચ સ્થાને પોતાની તપોભુમિ બનાવી હતી અને અહીં પણ તેમણે ૨૪ વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એટલા માટે આ મંદિરને ખુબ જ પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે.