Hanumanji mandir : દુ:ખ, દર્દની વાત કરો લેખિતમાં ગુજરાતમાં આવેલા છે ભક્તોની હૂંડી સ્વીકારતા હનુમાનદાદા…

Hanumanji mandir : દુ:ખ, દર્દની વાત કરો લેખિતમાં ગુજરાતમાં આવેલા છે ભક્તોની હૂંડી સ્વીકારતા હનુમાનદાદા…

Hanumanji mandir : સાબરકાંઠાના હિંમતનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલા કડોલી ગામની ઉત્તરે સાબરમતી નદીના કિનારે કટ્ટી તીર્થધામ આવેલું છે, જ્યાં આજે પણ હનુમાનજી આપની સમસ્યાની હૂંડી સ્વીકારી તેને દૂર કરવાનો સામર્થ્ય ધરાવે છે

Hanumanji mandir  : ભારતવર્ષમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની હૂંડી શામળીયાએ સ્વીકારી હતી. તેવી જ રીતે વર્તમાન સમયમાં એક એવું ધામ ગુજરાતમાં છે કે જ્યાં આપની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેની લેખિત રજૂઆત ભગવાન સાંભળે છે.

વાત છે સાબરકાંઠાના હિંમતનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલા કડોલી ગામની ઉત્તરે સાબરમતી નદીના કિનારે કટ્ટી તીર્થધામની, જ્યાં આજે પણ હનુમાનજી આપની સમસ્યાની હૂંડી સ્વીકારી તેને દૂર કરવાનો સામર્થ્ય ધરાવે છે. ભારતભરમાં હૂંડી સ્વીકારતુ અનોખું ધામ એટલે કટ્ટી ધામ.

ભક્ત કવિ નરસિંહ મહેતાની હૂંડી

હનુમાનજીની દિવ્ય પ્રતિમા

Hanumanji mandirv : કટ્ટી તીર્થધામનો ઇતિહાસ વર્ષો જૂનો છે. તપેશ્વરી મહારાજના અખંડ તપના પગલે આજે પણ અખંડ ધુણી ધખી રહી છે. વિવિધ અભિશાપિત વ્યક્તિઓને મુક્ત થવા માટે જાણે કે પરમેશ્વરે જ પ્રયાસ કર્યો હોય તેમ વિવિધ સંતો મહંતો આવતા રહ્યા છે.

આ પણ વાંચો : Bank Of Baroda માં ખાતું હોય તો માત્ર 28 રૂપિયામાં મળશે 4 લાખ રૂપિયાનો ફાયદો,લોકોની લાઈન લાગી ગઈ….

સૌથી મોટી આસ્થા તેમજ ચમત્કાર તો એ છે કે હનુમાનજી મહારાજની દિવ્ય પ્રતિમા અહીંયા લાવ્યા બાદ અચાનક જ મુળ જગ્યાએ પરત પહોંચી ગઈ હતી. હનુમાનજીની પ્રતિમા કટ્ટી તીર્થધામથી બે કિલોમીટરના અંતરે સુંજ ગામમાં અપુજ હાલતમાં હતી.

કટ્ટીધામમાં બિરાજમાન દાદાની ચમત્કારીક મૂર્તિ

પ્રતિમા રાત્રિના સમયે મુળ જગ્યાએ જતી રહેતા હજારો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાનો કેન્દ્ર બન્યું હાલના તબક્કે કેટલાય લોકોના મનોરથ સિદ્ધ કરવા માટેનું સ્વયંભૂ તીર્થધામ બની ચૂક્યું છે. કટ્ટી ધામ સડક માર્ગે હિંમતનગર તેમજ સપ્તેશ્વર મહાદેવ સાથે જોડાયેલું છે. કટ્ટીધામ સાત ઋષિઓની તપોભૂમિ છે. મંદિરના ગર્ભ ગૃહમાં વર્ષોથી અવિરત ઝરણું અભિષેક કરતું રહ્યું છે. હાલના તબક્કે કટ્ટીધામના દર્શન માત્રથી કોઈપણ વ્યક્તિના દુઃખ તેમ જ સમસ્યાઓ દૂર થાય છે.

કડોલી ગામે સાબરમતી કિનારે કટ્ટી તીર્થધામ

Hanumanji mandir : સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ કોઈ સમસ્યા કે દુઃખમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે છે. કટ્ટીધામ અન્ય તીર્થ સ્થાનોથી કંઈક અલગ છે. વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેને પોતાની સમસ્યા હૂંડી સ્વરૂપે ચિઠ્ઠીમાં લખી દાદાના ચરણે મૂકવાની રહે છે. હનુમાનજી ચિઠ્ઠી અને પોતાના ભક્તગણની સમસ્યાનો સત્વરે નિકાલ કરે છે અને દરેક ભક્તને સમસ્યા કે દુઃખમાંથી નિરાકરણ આપે છે. સામાન્ય રીતે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી ભગવાન શામળીયાએ સોનાના પથ્થરોથી કુવરબાઈનું મામેરુ કર્યું હતું. કટ્ટીધામમાં દરેક ભક્તની નાની મોટી દરેક સમસ્યાનું સમાધાન હનુમાનજીના ચરણે મળે છે.

હનુમાનજી ભાવિકોની સમસ્યાની હૂંડી સ્વીકારે છે

Hanumanji mandir : વર્ષોથી ભાવિકો નિરંતર કટ્ટી ધામના દર્શને આવે છે. ભક્તોના દુઃખ દાદા દૂર કરી રહ્યા છે અને તેમના અનેક ચમત્કારો ભક્તોના જીવનમાં થઈ રહ્યા છે. કોઈ સંકટ દુઃખના સમયમાં દાદાના શરણમાં આવતા જ તમામ દુઃખો માત્ર ચિઠ્ઠી લખવાથી જ દૂર થતા હોવાની ભાવિકોમાં અતૂટ શ્રદ્ધા છે.

હિંમતનગર નજીક આવેલા કટ્ટી ધામમાં સ્થાનિક લોકો અને અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માનતા પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે.

નિરંતર કટ્ટી ધામની પ્રતિષ્ઠા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. દાદાના શરણે આવેલા કોઈપણ વ્યક્તિની સમસ્યા પૂરી ના થઈ હોય તેવું આજ સુધી બન્યું નથી લોકો તેમની સમસ્યાઓ ચિઠ્ઠી કે હુંડી સ્વરૂપે લખી હનુમાનજીના ચરણ કમળમાં રાખી સમસ્યા કે દુઃખમાંથી મુક્તિ પામી રહ્યા છે.

સામાન્ય રીતે દરેક ભક્તજન પોતાની શ્રદ્ધા અને વિશ્વાસના આધારે દરેક ભગવાનને માને છે. ભાવિકોની માનતા ચિઠ્ઠી કે હૂંડી સ્વરૂપે દાદાના ચરણે ધરવાથી તે દૂર થાય છે અને દુઃખ દર્દ દૂર થયા બાદ ચોક્કસ દિવસો સુધી મંદિરે હાજરી આપવી પડતી નથી.

Hanumanji mandir : કટ્ટીધામમાં શનિવારના દિવસે મહામેળો ભરાય છે. હજારો ભાવિકો હનુમાનજીના ચરણે પોતાની માનતાઓ પૂરી કરવા અને દુઃખ દૂર કરવા લેખીત રજૂઆત કરવા મંદિરે આવે છે. મંદિરમાં કટ્ટી હનુમાનજી દાદાના મંદિરની બાજુમાં જ લક્ષ્મીનારાયણ ભગવાન, ગણપતિજી. શંકર ભગવાનના મંદિર આવેલા છે.

મંદિરમાં વર્ષોથી અખંડ ધૂણો ધખી રહ્યો છે. જે મંદિરના વાતાવરણને સકારાત્મક રાખે છે. કટ્ટીધામ સાધુસંતોની ભૂમિ છે હાલમાં પણ ગામમાં સાધુ સંતો બિરાજમાન છે. ચમત્કારી હનુમાનજીના પરચાથી સ્થાનિક લોકો અને મંદિરે આવતા ભાવિકો ધન્ય થાય છે.

ઋષિમુનિઓની તપોભૂમિ કટ્ટીધામ

Hanumanji mandir : મંદિરમાં સંત શિરોમણી દાદુરામ મહારાજની પાદુકાઓ દર્શન માટે મૂકવામાં આવી છે અને તેમની પ્રતિમા પણ મંદિર પરિસરમાં રાખવામાં આવી છે. કટ્ટીધામમાં પાંચથી વધુ સાધુ સંતોએ મંદિરમાં નિરંતર અમૃત વરસાવી હનુમાનજીના સાનિધ્યમાં રહી ચૂક્યા છે.

મંદિરમાં ધુંધળીમલ મહારાજ કુટીર આવેલી છે જ્યાં ભક્તો પોતાની મનોકામના માટે ચિઠ્ઠી લખે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે. અનેક મહાન સંતોએ આ ભૂમિને વિશાળ મંદિરમાં રૂપાંતરિત કરી તત્વશીલ અને પ્રભુતા સંપર્ક પ્રવાહની લહેરો આજે પણ કટીગામ પર કૃપા કરી જનસેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરી રહી છે.

મંદિરમાં વર્ષોથી અખંડ ધૂણો

Hanumanji mandir : સ્થાનિકો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરે ભોજનની નિશુલ્ક વ્યવસ્થા કરાઈ છે. ભગવાનના ચરણે આવતા ભાવિકોને ભોજન પ્રસાદના રૂપમાં મળી રહે છે. ભક્તજનો હનુમાનદાદાના ચમત્કાર તેમજ કૃપાથી ધન્ય બની રહ્યા છે. પ્રાચીનથી અર્વાચીન સુધી કટ્ટીધામની પ્રસિદ્ધિ યથાવત સ્વરૂપે છે. હાલના તબક્કે ગુજરાતભરમાંથી હૂંડી કે ચિઠ્ઠીથી દુઃખ દર્દ દૂર કરનારા હનુમાનજી સાબરમતીના કિનારે હાજરાહજૂર બિરાજમાન છે.

મંદિરના બાજુમાં નવનાથના મંદિર આવેલા છે. કહેવાય છે કે ગુજરાતમાં માત્ર બે જગ્યાએ જ નવનાથના મંદિરો આવેલા છે. એક સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને બીજા સાબરકાંઠા જિલ્લાના કટ્ટી ધામમાં. કટ્ટીધામની મુલાકાતમાં આવતા ભક્તોના દુઃખ દર્દ દર્શન માત્રથી દૂર થાય છે ત્યારે આજના યુગે દુઃખ દર્દ કે સમસ્યા દૂર કરવા ભગવાનને નામ એક હૂંડી કે ચિઠ્ઠી કેટલું મોટું કામ કરી જાય છે તેનો અનુભવ કરવા કટ્ટીધામની મુલાકાત અવશ્ય કરવી રહી.

more article : Health Tips : કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે મેથી, બસ આ રીતે કરો સેવન, ઓછો થઈ જશે હાર્ટઅટેકનો ખતરો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *