Hanumanji mandir : ગુજરાતનું સંકટમોચન સ્થળ,જ્યાં પથ્થર પર બેસી ગોળ ફરવાથી મનોકામના થાય છે પૂર્ણ…
Hanumanji mandir : મહાભારતના સમય દરમિયાન પંચમહાલ જિલ્લાના કેટલાક સ્થળે વિશેષ ઉપસ્થિતિમાં અમુક કાર્યકાળ દરમિયાન પાંડવો વસ્યા હતા. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે હનુમાનજીનું મંદિર છે જે સંકટમોચનના નામથી પ્રસિદ્ધ છે. મંદિરમાં બે પથ્થર છે. જેના પર બેસી ગોળ ફેરવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
Hanumanji mandir : મહાભારતના સમય દરમિયાન પાંડવોએ પંચમહાલ જિલ્લાની ઘણી જગ્યાએ વનવાસ કરી સમય પસાર કર્યો હતો. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે આવેલા હનુમાનજી મંદિરે પૌરાણિક કથા લખાયેલી છે. કહેવાય છે કે પંચમહાલના જંગલોમાં હેડંબાના ભાઈને વારંવાર સંકટો આવી પડતા હતા ત્યારે ભીમ હનુમાનજીને પ્રાર્થના કરતા અને હનુમાનજી તેમના સંકટો દૂર કરતા હતા. આ સમયે સંકટમોચન હનુમાનની સ્થાપના થઈ હતી.
સંકટમોચન હનુમાનની સ્થાપના
Hanumanji mandir : બે ચમત્કારિક પથ્થરો જેના ઉપર બેસીએ અને તે જાતે ગોળ ફરે તો મનોકામના પૂર્ણ થતી હોય તેમ તે સમયે સ્થાપિત થયુ હોવાની લોકવાયકા છે. બે પથ્થર પર બેસીને માનતા માનવાથી મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે તે પથ્થર ફરે તો સૌના દુઃખ દૂર થાય છે. આજે પણ પથ્થરો હયાત છે. જેના કારણે આ મંદિરનું નામ સંકટમોચન હનુમાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મહા માસની પૂનમ : પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો,પિતૃઓ માટે ધૂપ-ધ્યાન નું ધ્યાન કરો દાન કરવાની પરંપરા..
ભાવિકોની મનોકામના માંગ્યા બાદ તેમના સંકટો દૂર થતા હોય છે. આ પૌરાણિક મંદિરે ભાવિકો પોતાની શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. ખડકી ગામ પાસે આવેલા સંકટ મોચન હનુમાનજીના મંદિરે આજે પણ સવાર સાંજ ભક્તો આવીને દર્શન કરે છે. અને ચમત્કારિક પથ્થર પર બેસીને પોતાની મનોકામના માંગે છે.
હનુમાન મંદિરે અતૂટ શ્રદ્ધા આસ્થા
Hanumanji mandir : સંકટ મોચન હનુમાનજીના મંદિરે વર્ષોથી ભાવિકો દૂર દૂરથી આવીને પૂજા અર્ચના કરે છે. નાનપણથી જ સંકટમોચન હનુમાન મંદિરે અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા સ્થાનિક દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા નિયમિત આવે છે. દાદાના મંદિરે મંગળવાર અને શનિવારે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડે છે.
પોતાનો ધંધો રોજગાર વધારવા માટે પણ કેટલાક શ્રદ્ધાળુઓ માનતા માને છે. હનુમાનજીના ચમત્કારી પથ્થર પર બેસી ગોળ ગોળ ફરી ભાવિકો પોતાના દુઃખ દૂર થવાની શ્રદ્ધા રાખે છે. હનુમાન જયંતીના દિવસે મંદિરે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. દાદાના મંદિરનો મહિમા અપરંપાર છે.
more article : Vastu Dosh : ઘરના મુખ્ય દરવાજે લગાવી દો આ સકારાત્મક ઊર્જાવાન વસ્તુ દૂર થઈ જશે તમામ વાસ્તુ દોષ…