Hanumanji : રાવણના ભાઈને કારણે હનુમાનજીને મળ્યું હતું પંચમુખી સ્વરૂપ, રહસ્યથી ભરેલી છે આખી વાત…
પરમ રામભક્ત શ્રી હનુમાન શક્તિના દેવતા પણ છે. આમ તો તેમના ચિત્રોમાં મોટાભાગે તેઓ રામદરબારમાં શ્રીરામ અને સીતાજીના ચરણોમાં બેસેલા દેખાતા હોય છે. અથવા તો મોટાભાગે પર્વત લઈને અથવા તો રામ-લક્ષ્મણને પોતાના ખભા પર ઉઠાવીને ઉડતા દ્રષ્ટિમાન થાય છે. મૂર્તિ-રૂપમાં તેઓ લાલ સિંદૂર લપેટાયેલા લાલ દેહ લાલીવાળ તેજસ રૂપમાં દર્શિત થાય છે.
પંરતુ બહુ ઓછા લોકોએ તેમના પંચમુખી સ્વરૂપ ધારણ કરેલું જોયું હશે. મૂર્તિઓમાં જ નહિ, ચિત્રોમાં પણ તેમનુ આવુ રૂપ ક્યારેક જ જોવા મળે છે. ત્યારે તેમના આ પંચમુખી રૂપ પાછળ શું રહસ્ય છે તે જોઈએ.
વિશેષ મહત્વ છે પંચમુખી રૂપનું
ભક્તોની વચ્ચે કહેવાય છે કે, બજરંગબલીના દર્શન માત્રથી તમામ દુખ દૂર થઈ જાય છે. ઘરની વિપદાઓ દૂર કરવા માટે હનુમાનની પૂજા કરવામાં આવે છે. જેમાં મોટાભાગે તેમની ચાલીસાન પાઠ કરાય છે. વક્ર દ્રષ્ટિવાળા શનિદેવના પ્રકોપથી બચવા માટે Hanumanjiને પ્રસન્ન કરવામાં આવે છે. પરંતુ શ્રી હનુમાનજીના પંચમુખી રુપના દર્શનનું વિશેષ મહત્વ છે.
એક પૌરાણિક કથા
આ પંચમુખી સ્વરૂપી પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. આ કથાના પરિદ્રષ્યમાં લંકાના રામ-રાવણ યુદ્ધનો સમય દેખાય છે. જે સમયે બંને સેનાઓની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક રાવણને અનુભવ થયો કે તેના પરાજયનો સમય નજીક આવી ગયો છે, ત્યારે તેને તરત પોતાના માયાવી ભાઈ આહિરાવણની યાદ આવી.
આહિરાવણ મૂળ રૂપથી દુર્ગા માતાનો પરમ ભક્ત હતો, અને સાથે જ તંત્ર-મંત્રમાં પણ નિપુણ હતો. રાવણની આજ્ઞાથી તે તરત યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયો હતો અને પોતાની માયાવી શક્તિથી તેણે ભગવાન રામની સેનાને ઊંઘમાં સૂતી કરી નાંખી હતી. તેના બાદ તેણે શ્રીરામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું અને તેઓને પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયા હતા.
આ પણ વાંચો : IAS : ડોક્ટરની પ્રેક્ટિસ છોડી શરૂ કરી UPSCની તૈયારી, પહેલા જ પ્રયાસમાં ક્રેક કરી પરીક્ષા, બન્યા IAS ઓફિસર
આહિરાવણની માયાનો પ્રભાવ ઓછો થયા બાદ આખી વાનર સેના જાગી ગઈ હતી અને ઉઠ્યા પછી જાણ્યું કે, આ આખું કામ આહિરાવણે કર્યું છે. પરંતુ તેઓએ તરત Hanumanjiને શ્રીરામ અને લક્ષ્મણની સહાયતા કરવા માટે પાતાળલોક જવા કહ્યું હતું. હનુમાનજી એક ક્ષણ પણ વિલંબ કર્યા સિવાય પાતાળ લોકમાં નિકળી પડ્યા હતા. પાતાળ લોકના મુખ્ય દ્વાર પર તેઓને તેમનો પુત્ર મકરધ્વજ મળ્યો અને યુદ્ધમાં જ્યારે હનુમાનજીએ તેને પરાજિત કર્યો ત્યારે તેઓને ત્યાં બંધક બનાવાયેલા શ્રીરામ અને લક્ષ્મણ દેખાયા હતા.
તંત્ર શક્તિથી બંધાયેલા હતા પ્રભુ રામ
શ્રી Hanumanji બુદ્ધિના દેવતા પણ કહેવાય છે. બુદ્ધિમન્ત શ્રી હનુમાને શ્રીરામ અને લક્ષ્મણના બંધનસ્થળની આસપાસ દ્રષ્ટિ નાઁખી તો ત્યાં પાંચ દીપક બળતા દેખાયા હતા. જેમના મુખ પાંચ અલગ અલગ દિશાઓમાં હતું. આ વિશેષ દિપક આહિરાવણે દુર્ગા માતા માટે પ્રગટાવ્યા હતા. શ્રી હનુમાનજીને યાદ આવ્યું, જે તેઓએ વિભીષણને બતાવ્યું હતું કે, તંત્ર શક્તિથી બંધાયેલ પાંચ દીપક આહિરાવણના પ્રાણ સાથે જોડાયેલા છે. આ પાંચેય દીપકને એકસાથે બૂઝવવાથી આહિરાવણનું વધ સરળ થઈ જશે.
ધારણ કર્યું પંચમુખી રૂપ
બસ પછી તો બન્યું એવું કે, Hanumanjiએ વિચારવામાં જરા પણ સમય ન લીધો અને પંચમુખી રૂપ ધારણ કરી લીધું. આ પંચમુખી સ્વરૂપમાં ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમમાં ગરુડ મુખ, આકાશની તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ બતાવ્યું હતું. આ રૂપને ધારણ કરીને તેઓએ પાંચેય દીપક એકસાથે બૂઝવ્યા હતા.
આમ, આહિરાવણને મોત મળ્યું હતું. અને શ્રીરામ તથા લક્ષ્મણ તેના બંધનમાંથી મુક્ત થયા હતા. ત્યારથી હનુમાનજીનું આ પંચમુખી સ્વરૂપ પ્રખ્યાત થયું છે. જે વિશેષ પરિસ્થિતિઓમાં સ્મરણ કરવાથી તેમની કૃપા થાય તો સંકટમાં મુક્તિ મળી રહે છે.
more article : Hanumanji : સવારે ઉઠીને હનુમાનજીનાં આ ૧૨ નામનો જાપ કરવાથી તમારી વર્ષો જુની દરેક સમસ્યાઓ અને પૈસાની તંગી તાત્કાલિક દુર થઈ જશે