હજારો લોકોને મફતમાં ઘર બનાવી આપનાર ખજુરભાઈ નું ઘર કેવું છે? જુઓ ઘરની ખાસ તસ્વીરો
ગુજરાતનાં સોનુ સુદ તરીકે ઓળખાતા નીતિન જાની દરેક સમયે રાત દિવસ જોયા વગર જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગામોમાં ‘તૌકતે’ વાવાઝોડા બાદ તેમણે ઘણા લોકોને મકાન બનાવી આપ્યા હતા. વળી તે સિવાય તેઓ જરૂરિયાતમંદ ખેડુતોને પણ મદદ કરી રહ્યા છે, જેમનો પાક ધોવાઈ ગયેલો હોય. વળી લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને અનાજની વ્યવસ્થા પણ કરી આપે છે.
હાલના સમયમાં સોશિયલ મીડિયા પર નિતીન જાની એટલે કે ખજુરભાઈ છવાયેલા છે. તેઓ પોતાના વીડિયોને લીધે નહીં, પરંતુ પોતાના સમાજ સેવા ને લીધે ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી તેઓ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ પોતાના ખિસ્સામાંથી એક કરોડ રૂપિયાથી પણ વધારે ની રકમ જરૂરિયાતમંદ લોકો પાછળ ખર્ચી ચુક્યા છે. જેના લીધે લોકો તેને ગુજરાતના ‘સોનુ સુદ’ તરીકે પણ ઓળખે છે.
હાલના સમયમાં દરેક જગ્યાએ અને સોશિયલ મીડિયામાં ખજુરભાઈની ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતમાં તેમણે દાન માટે પૈસાનો ધોધ વાવેલો છે અને અનેક લોકોને ઘર બનાવી આપ્યા છે. જે લોકોના કાચા મકાન હતા તેમને પાકા મકાન બનાવીને આપ્યા છે. આવા સમયમાં લોકોના મનમાં એવો વિચાર જરૂરથી ઉભો થાય છે કે ગરીબોને ઘર બનાવી આપનાર ખજુરભાઈનું ઘર કેવું હશે અને તેઓ કેવા ઘરમાં રહેતા હશે.
ખજુરભાઈ લોકોની સેવા કરવા માટે નિસ્વાર્થ ભાવથી કામ કરી રહ્યા છે અને આ ઉમદા કામગીરી માટે લોકો તેમનો આભાર પણ માને છે. વળી આજે અમે તમને ખજુરભાઈના અંગત જીવન અને તેમના ઘરની તસ્વીરો બતાવીશું. ખજુરભાઈ નું ઘર દેખાવમાં ખુબ જ વૈભવશાળી છે અને આ ઘરનું ઇન્ટિરિયર પણ ખુબ જ ખાસ રીતે બનાવવામાં આવેલ છે. તેમના ઘરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની મુર્તિ પણ રાખવામાં આવેલ છે. વળી તેમના ઘરની દિવાલ ઉપર યુટ્યુબ ની સિલ્વર અને ગોલ્ડન બટનની ફ્રેમ પણ જોવા મળી આવે છે.
તેમના ઘરમાં ગાર્ડન લિવિંગ રૂમ અને બેડરૂમનું ફર્નિચર ખુબ જ આકર્ષક રીતે બનાવવામાં આવેલ છે. તમને ખાસ જણાવી દઈએ કે ખજુરભાઈ બારડોલીમાં રહે છે. તેમના આ ઘરમાં ફક્ત ત્રણ જ લોકો રહે છે અને તેમની સાથે તેમનો એક પાળતું કુતરો પણ રહે છે. ખજુરભાઈનું ઘર દેખાવમાં ખુબ જ આકર્ષક છે. તેમનું આ ઘર જોઈને કોઈપણ વ્યક્તિનું મન મોહી જાય છે.
ખજુરભાઈએ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમ કરીને આ શાનદાર તથા આલીશાન ઘર બનાવેલું છે. ખજુરભાઈનું ઘર જોઈને એવું લાગે છે કે જાણે તે સપના નું ઘર હોય. તેમણે પોતાની આવડત અને નિખાલસ સ્વભાવને લીધે આ સ્થાન પ્રાપ્ત કરેલું છે.