Gupta Navratri : આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ..
Gupta Navratri : પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે.
એક વર્ષમાં આવે છે 4 નવરાત્રી
આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી
9 દિવસ ભૂલથી પણ ન કરતા આ કામો
Gupta Navratri : હિંદૂ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે જેમાંથી એક છે નવરાત્રી. પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી પણ હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ જગત જનની મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે. હાલ માઘ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે.
શુભ મુહૂર્ત
વર્ષ 2024ની પહેલી નવરાત્રી ગુપ્ત નવરાત્રી આજે એટલે કે 10 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ત્યાં જ તેનું સમાપન 18 ફેબ્રુઆરીએ થશે. પંચાંગ અનુસાર 10 ફેબ્રુઆરીએ સવારે 4.28 વાગ્યાથી 11 ફેબ્રુઆરી રાત 12.47 સુધી પ્રતિપદા તિથિ રહેશે. ઘટનાસ્થાનનું શુભ મુહૂર્ત 10 ફેબ્રુઆરી એટલે કે આજે 8.45 વાગ્યાથી સવારે 10.10 સુધી રહેશે. માતા દુર્ગાના ભક્ત આ 1 કલાક અને 25 મિનિટના સમયમાં ઘટસ્થાપના કરી શકે છે.
આ પણ વાંચો : Maha Shivratri : મહાશિવરાત્રિ ક્યારે છે? જાણો તારીખ, મહત્વ અને પૂજાવિધિ…
ગુપ્ત નવરાત્રિનું મહત્વ
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાની કૃપા આપણા પર બની રહેશે. આ 9 દિવસોમાં તમે ગુપ્ત રીતે દેવીની પૂજા કરી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજાકરે છે. તેમના જીવનથી બધા કષ્ટ દૂર થઈ જાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે. આ 9 દિવસ તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું નહીં તો માતા ભગવતી તમારાથી નારાજ થઈ શકે છે. આવો જાણીએ ગુપ્ત નવરાત્રીમાં શું ન કરવું જોઈએ.
શું ન કરવું
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. આ દિવસોમાં ભૂલથી પણ તામસિક ભોજન જેમ કે માસ મદિરા, લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
ગુપ્ત નવરાત્રીના દિવસે કોઈ પણ નકારાત્મક વિચાર ન કરવા. કોઈ સાથે વિવાદ ન કરો. ક્રોધિત ન થાય અને કોઈની નિંદા ન કરો.
આ પણ વાંચો : Vastu Shashtra : સુતા સમયે કઈ દિશામાં રાખવા પગ? જાણી લો વાસ્તુ નિયમ
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ ઘરને સ્વચ્છ રાખો. કોઈ પણ પ્રકારની ગંદકીને ઘરથી બહાર કરી દો. જો ઘરમાં ગંદકી રહે છે તો માતા દુર્ગા ક્રોધિત થઈ શકે છે.
more article : BAPS Hindu Mandir : અબુ ધાબીનું મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે, ઉદ્ઘાટન પહેલા નવી તસવીરો સામે આવી છે…