ગુજરાતના આ 6 રોયલ પેલેસ જોઈ રાજસ્થાન પણ ભૂલી જશો, જુઓ ફોટોઝ…
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે. આ ઉપરાંત તે ટ્યુરિઝમ માટે પણ ફેમસ છે. ગુજરાતમાં આવેલ ઘણા શહેર વિશ્વભરમાં મશહુર છે. ગુજરાતમાં જ ઘણા ઐતિહાસિક શહેર આવેલ છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આપણે ગુજરાતી લોકો ઇતિહાસ, કિલ્લા અને પેલેસ જોવા માટે ગુજરાત છોડીને રાજસ્થાનમાં પંહોચીએ છીએ પણ ગુજરાતમાં એ એવા ઐતિહાસિક પેલેસ આવેલ છે જેના વિશે ઘણા લોકો નથી જાણતા. આજે અમે તમને એવા જ પેલેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આઈના મહેલ- ભુજ
આઈના મહેલ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો એક મહેલ છે. જેને 18મી સદીમાં બાંધવામાં આવ્યો હતો. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે.
આ મહેલ 1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો. આ મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે. આ મહેલ પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે.
લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા
લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. આ મહેલ ઇ.સ 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે.
આ મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા £180,000 (₹27,00,000) ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ પેલેસ બકિંઘમ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે.
ઓર્ચાડ પેલેસ – ગોંડલ
ઓર્ચાર્ડ પેલેસને 1930-1940 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. એ સમયે ગોંડલ રિયાસતના શાહી મહેમાનો માટે બનાવવામાં આવ્યો હતો.
આર્ટ ડેકો ફર્નિચર, પ્રાચીન વસ્તુઓ અને હસ્તકલાથી શણગારવામાં આવેલી સાત રૂમની હેરિટેજને હવે હોટલમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.
ખીરાસરા પેલેસ – રાજકોટ
રાજકોટથી 14 કિલોમીટર દૂર, ખીરાસરા ગામથી 150 ફૂટ ઉપર, 7 એકરમાં ફેલાયેલ ખીરાસરા પેલેસ કાઠિયાવાડના ભવ્ય ભૂતકાળના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિનું સાક્ષી છે. આ પેલેસનું નિર્માણ ઠાકુર રણમલજી એ કર્યું હતું અને એ પછી ઠાકુર સૂરસિંહજી એ એક ભવ્ય રૂપ આપ્યું હતું. આજે આ પેલેસને વિરાસત હોટેલનું રૂપ આપી દેવામાં આવ્યું છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.
દેવગઢ બારિયા
દેવગઢબારિયાનો પેલેસ દુનિયાભરના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. બારીયા રજવાડાની સ્થાપના ઈ.સ. ૧૭૮૨માં થઇ હતી. ગોધરાથી 44 કિમીના દૂર અને દાહોદથી 54 કિમીના દૂર આવેલ દેવગઢ પનમ નદી પાસે સ્થિત છે. ત્યાં હજુ પણ શાહી પરિવારોની ઘણી વિરાસતો હાજર છે અને ટેને જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં આવે છે.
વાંકાનેર પેલેસ (રણજીત વિલાસ)
ગાધીયો ટેકરીઓ પર આવેલો રણજીત વિલાસ પેલેસ અદ્ભુત નજારો આપે છે. તે મહારાણા રાજ શ્રી અમરસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું જેઓ વાંકાનેર રાજવી પરિવારના છેલ્લા શાસક હતા. આ સ્થળ ઈન્ડો-સારસેનિક અથવા ઈન્ડો-ગોથિક શૈલીમાં 1907માં બાંધવામાં આવ્યું છે.
ઈટાલિયન માર્બલ, ઈંગ્લિશ સ્ટેન ગ્લાસ, બર્મા ટીક એન્ટીક ફર્નિચર, આરસના ફુવારાઓ, મુરાનો ઝુમ્મર અને હાથથી વણાયેલા કાર્પેટ સાથેના આંતરિક ભાગો તમને શાહી ભવ્યતામાં પાછા લઈ જાય છે. વિતેલા યુગમાં જીવવું. પેલેસ વાંકાનેરમાં રોયલ ઓએસિસ હોટેલમાં રોકાયેલા મહેમાનો માટે કોમ્પ્લિમેન્ટરી માર્ગદર્શિત પ્રવાસ સાથે ખુલ્લો છે.