ગુજરાતના આ સ્થળો સ્વર્ગથી ઓછા નથી ! તસ્વીર જોઈ તમને પણ ગર્વ થશે કે એવું ગુજરાતમાં પણ છે..જય જય ગરવી ગુજરાત
મિત્રો જયારે પણ હરવા ફરવાની વાત આવે ત્યારે અમુક લોકો શિમલા, મનાલી અને ગોવા જેવા સ્થળોનું પેહલા નામ લેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ એકથી એક ટક્કર આપનારા સ્થળો આવેલ છે. ચાલો તો આજના આ લેખના માધ્યમથી અમે તમને એવા જ સ્થળો વિશે જણાવી દઈએ કે જ્યા તમે જઈને તમારું દિલ ખુશ થઇ જશે.
આવા સ્થળોમાં પેહલા આપણને સાબરકાંઠા જિલ્લાનું પોલોનું જંગલનું નામ યાદ આવે છે જે ઈડરથી વિજયનગર જવાના રસ્તા પર આવેલ છે. આ જંગલ એટલું બધું અદભુત છે કે ત્યાં જનાર સૌ કોઈ લોકો આ જંગલના વખાણ કરતા નથી થાકી રહ્યા.જંગલની વચ્ચેથી નદી પસાર થાય છે તથા અનેક એવા નાના આડબંધ બાંધવામાં આવ્યા છે જેના લીધે જંગલની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. પોળોના જંગલનો તમે એક દિવસ પ્રવાસ પણ માણી શકો છો.
આવા પ્રયત્ન સ્થળોમાં આપણી નજરમાં બીજું નામ નર્મદા ડેમ અને નદીના સામા કિનારે આવેલ ઝરવાણીના ધોધનું આવે છે જે 8 કિમિના લાંબા અંતરમાં પથરાયેલું છે. આ જગ્યા ચોમાસામાં એટલી નયનરમ્ય બની જતી હોય છે કે સાક્ષાત સ્વર્ગ જેવો અનુભવ થતો હોય છે.આ જગ્યાની અદભુતતા એટલી બધી છે કે ચારેબાજુ લીલોતરીથી ઘેરાયેલા પર્વતો તથા ઘટાદાર વૃક્ષો પણ હોય છે.
તમે મહેસાણા જાવ તો ત્યાં સતલાસણા તાલુકામાં આવેલ તારંગા જવાનું નહિ ભૂલતા કારણ કે 1200 ફિટ ઉપર આવેલ આ ટેકરીઓ તમામ ઋતુમાં એટલી શાંતિ આપે છે કે ત્યાં લોકો એક વખત જાય છે તો વારંવાર જવાની માંગણી કરે છે. આમ તો આ એક અરવલ્લીની પર્વત માળાનો જ એક ભાગ છે અને અહીં અનેક એવા મંદિરો પણ આવેલ છે જ્યાં અનેક દર્શનાર્થીઓ દર્શન માટે પણ આવે છે.
પર્યટન સ્થળોની વાત કરીએ અને એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ ન આવે એવું બને જ નહીં. કરોડો રૂપિયાના ખર્ચે શ્રી સરદારભાઈ પટેલના સ્ટેચ્યુને તૈયાર કરવામાં આવ્યું હતું, હાલ ગુજરાતમાં આ સ્થળ પર ફક્ત દેશના નહીં પરંતુ વિદેશના અનેક લોકો ફરવા માટે આવી રહ્યા છે.
ખરેખર આ વાત ગુજરાતને પણ ગર્વ અપાવતી છે. નર્મદા જિલ્લામાં કેવડિયા ગામની અંદર સરદાર સરોવર પર આ સ્ટેચ્યુને ઉભું કરવામાં આવ્યું હતું જે હાલ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.
ગુજરાતનું જીવતું જાગતું સ્વર્ગ એવા સાપુતારા હિલ્સ સ્ટેશનને આપણે કેવી રીતે ભૂલી શકીએ મિત્રો. ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડ પર આવેલ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સાપુતારાની લીલોતરી તથા લીલાછપ પહાડો જે પણ વ્યક્તિ જુએ છે તેઓ તમામ ત્યાં વારંવાર જવાથી કંટાળતા પણ નથી.
વાદળોથી ઘેરાયેલા પહાડો તથ્યતા જ્યા જુઓ ત્યાં એકલી લીલોતરી જોઈને અહીં તમામ લોકોનું દિલ ખુશ થઇ જાય છે. વધારે પડતા લોકો અહીં ચોમાસાની ઋતુ દરમિયાન જ આવે છે કારણ કે ચોમાસામાં અહીં કુદરત સોળેય કળાએ ખીલી ઉઠે છે.