ગુજરાત ના લોકપ્રિય ડાયરા કલાકાર ગીતાબેન રબારી ઈંગ્લેન્ડ ના પ્રવાસે! જુઓ ખાસ તસવીરો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ગીતા રબારી હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસે છે, ત્યારે સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કઈ રીતે તેઓ ઇંગ્લેન્ડમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. આ તસવીરોમાં તમે ગીતા રબારીનો મોર્ડન લુક જોઈ શકો છો. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારીકાર્યક્રમ દરમિટન ટ્રડીશનલ કપડાંમાં જ જોવા મળે છે.
ગીતાબેન રબારીએ અત્યાર સુધીમાં અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા તેમજ અનેક વિદેશોના શહેરોમાં ગુજરાતી ગીતોને રમઝટ બોલાવી છે. તેમના પર ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો છે. હાલમાં ઈંગ્લેન્ડમાં પણ તેમનો લોક ડાયરો યોજાયો છે અને આ કારણે જ હાલમાં ગીતાબેન ઇંગ્લેન્ડમાં છે. ખરેખર આ ખુબ જ એક ગૌરવભરી ક્ષણ આપણા માટે કહેવાય છે.
ખરેખર ગુજરાતીઓ કલાકારોમાં ગીતાબેનનું નામ ખુબ જ મોખરે છે અને તેમણે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરેલ છે. આ કારણે આજે તેઓ વિદેશોમાં પણ લોકપ્રિયતા મેળવી છે. આજે ગીતા રબારીનું જીવન ખુબ જ વૈભવશાળી છે. તેમની લાઈફ સ્ટાઇલ (lifestyles)પણ ખુબ જ સારી છે અને આનંદદાયક જીવન જીવી રહ્યાં છે.ખરેખર ગીતાબેનએ શૂન્યમાંથી સર્જન કર્યું છે, તેમની સફળતા આજે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
ગીતાબેન રબારીને લોકપ્રિયતા રોણા શેરમાં સોંગ થી મળી. આ સોંગ સુપર હિટ થયા પછી ગીતાબેન રબારીએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. આજે વિદેશોમાં પણ ગીતાબેન પોતાના સુરીલા અંદાજે લોકોનું દિલ જીતી લે છે.
ગીતાબેનના જીવન પરથી આપણે એ શીખવું જોઈએ કે સફળતાનાં શિખરો સુધી પહોંચવા માટે હમેંશા આગળ ચાલતા રહેવું જોઈએ. જ્યાં સુધી મંઝિલ સુધી ન પહોંચો.