Gujarat નું એક માત્ર પિતા પુત્રનું મંદિર, કંકાસની ગાથા વચ્ચે હનુમાનજી બિરાજમાન, બાપુએ ધખાવ્યો હતો ધૂણો…
Gujarat : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં કુંડળ ગામે પચાસ વર્ષ જુનું સૂર્યદેવ અને શનિદેવનુ મંદિર આવેલું છે, હજ્જારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ તેલ, સોપારી અને લીંબુની માનતા માની પોતાની મનોકામના સાથે મંદિરે આવે છેરાજ્યનુ એક માત્ર પિતા પુત્રનુ મંદિરસૂર્યદેવ અને શનિદેવ એક જ પરિસરમાં બિરાજમાન પિતાપુત્રના મંદિરોની વચ્ચે હનુમાનજી બિરાજમાન
Gujarat મા આવેલું એક એવુ મંદિર, જ્યાં પિતા અને પુત્ર એક જ પરિસરમાં સામસામે બિરાજમાન છે. હજ્જારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ તેલ, સોપારી અને લીંબુની માનતા માની પોતાની મનોકામના સાથે મંદિરે આવે છે અને પિતાપુત્ર દરેક શ્રદ્ધાળુઓ પર હંમેશા આશીર્વાદ વરસાવે છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં કુંડળ ગામે પચાસ વર્ષ જુનું સૂર્યદેવ અને શનિદેવનુ મંદિર આવેલું છે. રાજ્યમાં આ એક માત્ર મંદિર છે, જ્યાં સૂર્યદેવ અને શનિદેવ એટલે કે પિતા અને પુત્રના મંદિર એક જ પરિસરમાં સામસામે આવેલા છે.
શનિદેવને તેલ, લીંબુ, સોપારી અને શ્રીફળનો પ્રસાદ
Gujarat : કુદરતી સાનિધ્ય વચ્ચે વિશાળ પરિસરમાં ભવ્ય સૂર્ય મંદિર અને શનિ મંદિર આવેલા છે. પિતાપુત્રના મંદિરોની વચ્ચે વિશાળકાય હનુમાનજી બિરાજમાન છે. મંદિર પરિસરમાં રાંદલ માતાજીનું સુંદર મંદિર આવેલું છે. કુંડળ, આજુબાજુના ગામ અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શનિદેવને તેલ, લીંબુ, સોપારી, શ્રીફળ ચડાવી પોતાની માનતાઓ પુરી કરે છે. બરવાળા તાલુકાના કુંડળ ગામે આવેલા સૂર્ય મંદિર અને શનિ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ભગવાનદાસ બાપુ નામના બાવાજી ફરતા ફરતા આ સ્થળે આવેલા અને આ જગ્યા પર રોકાવાની ઈચ્છા થતા, ધૂણો ધખાવી રોકાયા હતા.
આ પણ વાંચો : Mahadev Mandir : મજૂરના પાવડા ટક્કર વાગતા જ નીકળ્યું શિવલિંગ ગુજરાતની નદી પણ કરે છે શિવજીના ચરણ સ્પર્શ..
બાપુએ ધૂણો ધખાવ્યો ત્યાં આજે વિશાળ મંદિર પરિસર
Gujarat : કુંડળ ગામના દરબાર સમાજના આગેવાનો બાપુ પાસે આવવા લાગ્યા અને અમુક વર્ષો બાદ બાપુને મંદિર બનાવવાની ઈચ્છા થઈ એટલે ગામના લોકોને વાત કરતા ગામના લોકોએ મંદિર બનાવવા જમીન આપી અને સૂર્યદેવની સ્થાપના કરીને સૂર્ય મંદિર બનાવ્યું. થોડા સમય બાદ ભગવાનદાસ બાપુને સૂર્યદેવની સામે શનિદેવનુ મંદિર બનાવવાની ઈચ્છા થતાં ભગવાનદાસ બાપુ અને તેમના સેવકો મહારાષ્ટ્રમા આવેલા શનિ શીંગડાપુર જ્યોત લેવા ગયા અને ત્યાંથી ભગવાનદાસ બાપુ પોતાના માથાપર અંખડ જ્યોત લઈ શનિ શીંગડાપુરથી કુંડળ સુધી પગપાળા આવ્યાં.
વાજતે ગાજતે કુંડળ ગામે સૂર્યદેવની સામે શનિદેવની સ્થાપના કર્યા બાદ મંદિર પરિસરમાં કંઈક તકલીફ જણાતા બાપુએ નક્કી કર્યું કે પિતાપુત્રની વચ્ચે હનુમાનજીની સ્થાપના કરવી જોઈએ. બાપુએ ગામલોકો સમક્ષ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ગામ લોકોના સહકારથી ૫૪ ફુટ વિશાળ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.
પહેલા સૂર્યદેવની સ્થાપના કરીને સૂર્ય મંદિર બનાવ્યુ
Gujarat : સમય જતા ભગવાનદાસ બાપુએ તેમના સેવક રાજુભગતને ચાદર વિધી કરી અને થોડાક સમય બાદ ભગવાનદાસ બાપુ દેવ થયા..વખતો વખત બાપુની ઈચ્છા અનુસાર સૂર્યમંદિર, શનિમંદિર અને હનુમાનજીની મૂર્તિનુ સ્થાપન કરવામાં આવ્યુ હતુ. કુંડળ ગામમાં એક જ પરિસરમાં બિરાજમાન શિવજી, સુર્યદેવ, શનિદેવ અને હનુમાનજી ગ્રામવાસીઓની શકિતનો સંચાર છે.
ભગવાનદાસ બાપુ દેવ થયા બાદ તેમના સ્મરણમાં મંદિર પરિસરમાં મહંત ભગવાનદાસ બાપુની સમાધી બનાવી તેમની સુંદર પ્રતિમા મુકવામાં આવી છે. બાપુની પ્રતિમા જાણે જીવંત હોય તેવો અહેસાસ કરાવે છે. એકવાર દર્શને આવ્યા બાદ ભાવિકો ફરી વારંવાર મંદિરે આવે છે અને દર્શન કરી ધન્ય થાય છે.
પિતાપુત્રની વચ્ચે હનુમાનજીની સ્થાપના કરી
Gujarat : મંદિરે અનેક દુખિયા આવી માનતા માને છે અને શનિદેવ તેમના દુખ દુર કરે છે. મંદિરે દરરોજ શ્રધ્ધાળુઓ દર્શને આવે છે પણ શનિવાર અને મંગળવારે ભાવિકો મોટી સંખ્યામાં શનિ મંદિરે દર્શન કરી તેલ, લીંબુ, સોપારી ચઢાવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ભાવિકો દર્શન કરીને ધન્ય તો થાય છે અને મંદિર આજુબાજુના રમણીય વાતાવરણનો આનંદ પણ માણે છે.
સાળંગપુર ધામની બાજુમાં આવેલા કુંડળ ગામે સ્વામિનારાયણ ભગવાન પણ પધાર્યા હતા ત્યારે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પચાસ વર્ષ પહેલા ભગવાનદાસ બાપુએ સ્થાપના કરેલા સૂર્ય મંદિર અને શનિ મંદિરે પણ દર્શન કરવા આવે છે. કુંડળ ગામે આવેલા પિતાપુત્રના ગુજરાતમા એક માત્ર મંદિરે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
more article : Shivlinga : સોમનાથ બાદ ગુજરાતમાં બન્યું બીજું સૌથી મોટું મંદિર, જાણો તરભમાં બનેલા મંદિરની શું છે વિશેષતાઓ?