વતન વાપસી માટે હાડ થીજવી દે તેવી ઠંડીમાં યુક્રેનમાં બોર્ડર ઉપર કલાકોથી ફસાયા છે ભારતીય વિધાર્થીઓ, કહ્યું.. “કોઈને અમારી ચિંતા જ નથી…” જુઓ વીડિયો

વતન વાપસી માટે હાડ થીજવી દે તેવી ઠંડીમાં યુક્રેનમાં બોર્ડર ઉપર કલાકોથી ફસાયા છે ભારતીય વિધાર્થીઓ, કહ્યું.. “કોઈને અમારી ચિંતા જ નથી…” જુઓ વીડિયો

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને પગલે હાલમાં યુક્રેનમાંથી હજારો ભારતીઓ અલગ-અલગ બસોમાં પોલેન્ડ તરફ જઈ રહ્યા છે. 71 વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર તરફ લઈ જતી બસ બોર્ડરથી 30 કિ.મીના અંતરે ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ છે. તો હવે તમામ વિદ્યાર્થીઓએ બોર્ડર પર પહોંચવા 30.કિ.મી.ની યાત્રા ચાલતા પાર કરવી પડશે. આ સ્થિતિ વચ્ચે એક ગુજરાતી વિદ્યાર્થીએ ગુજરાતી ભાષામાં પોતાની વ્યસ્થા અને મદદની માંગ કરતો વીડિયો શેર કર્યો છે.

ચાલતા પોલેન્ડ તરફ જઈ રહેલા વિદ્યાર્થીઓમાંથી એક ગુજરાતી વિદ્યાર્થીએ ગુજરાતી ભાષામાં સરકાર પાસે મદદની આશા સાથે વીડિયો બનાવ્યો હતો, જેમા તે કહે છે કે, અમે પૈસા ભેગા કરીને એક બસ બુક કરાવી હતી જે અમને પોલેન્ડ બોર્ડર સુધી લઈ જવાની હતી. પરંતુ હાલમાં પોલેન્ડ બોર્ડર સુધી 40 કિ.મી સુધીનો ટ્રાફિક જામ છે અને અમારી બસ પણ બોર્ડરથી 30 કિ.મી દૂર છે. ત્યારે હવે અમને અહીંયાથી બોર્ડર સુધી ચાલતા જવા માટે કહીં દેવામાં આવ્યું છે. અહીં હાલ સ્થિતિ ખુબ જ ખરાબ છે. ફોનમાં નેટવર્ક નથી અને અમારી પાસે 4-4 બેગ છે જેને લઈને અમારે 30 કિ.મી સુધી ચાલીને જવું પડશે.

71 વિદ્યાર્થીઓ પોલેન્ડથી 30 કિ.મી દુર, આટલું ચાલ્યા બાદ પણ જ્યારે બોર્ડર પહોંચીશું ત્યારે ત્યાં કોઈ મદદ મળશે કે નહીં તેની ખબર નથી. સાથે જ ઈન્ડિયન એમ્બેસી સાથે પણ કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. હાલમાં અમે બધી જગ્યાએથી ફસાઈ ગયા છે. તો અમારી સરકારને અપીલ છે કે અમારી મદદ માટે કઈક કરે. આ બસમાં આશરે 71 જેટલા વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે પોલેન્ડ બોર્ડર નજીક પહોંચવા ગઈકાલે રાત્રે એક બસ બુક કરાવી હતી. પરંતુ આશરે 30 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના કારણે તેમને 30 કિ.મી દુર ઉતારી મુક્યામાં આવ્યા છે. જ્યાંથી હવે તેઓ ચાલતા ચાલતા પોલેન્ડ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ‘અમને એમ્બેસી દ્વારા કાંઈ સંતોષ જનક જવાબ નથી મળી રહ્યો’.

અમારી સાથે પ્રેગ્નેન્ટ વુમન છે, ચાલવાથી તેને પેઈન થાય છે. ગુજરાતના ખેડાના રહેવાસી કે જેઓ હાલ યુક્રેનમાં ફસાયા છે, તેઓએ ફેસબુક પર વીડિયો શેર કરી ત્યાંની સ્થિતિ વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, અહીંયા રશિયાની સેના આવી ગઈ છે. અમે ઉછીનાપાછીના પૈસા ભેગા કરી ટેક્સી કરી પોલેન્ડ બોર્ડર તરફ જઈ રહ્યા હતા.

પરંતુ અમારો ટેક્સી ડ્રાઈવર પોલેન્ડ બોર્ડરના 30 કિ.મી પહેલા જ અમને મુકીને કિવ પરત જતો રહ્યો છે. મારી સાથે 5 જણ છે અને તેમા એક પ્રેગ્નેન્ટ વુમન પણ છે. તેને પેઈન શરૂ થઈ ગયું છે પણ કોઈ મદદ નથી મળી. 5 વાગે બોર્ડર બંધ થઈ જશે અને હજુ અમારી પ્રેગ્નેન્ટ વુમનને લઈને 6 કિ.મી સુધી ચાલવાનું છે. અમારી પાસે પૈસા નથી, અહીંયા એટીએમ પણ નથી ચાલતા. ખબર નહીં હું ક્યારે બોર્ડર પાર કરી અને કરી શકીશ કે નહીં એ પણ એક સવાલ છે.

admin

Leave a Reply

Your email address will not be published.