ગુજરાતીઓ વરસાદના ત્રીજા રાઉન્ડ માટે થઇ જાઓ તૈયાર, અંબાલાલ પટેલે આપી તારીખો…

ગુજરાતીઓ વરસાદના ત્રીજા રાઉન્ડ માટે થઇ જાઓ તૈયાર, અંબાલાલ પટેલે આપી તારીખો…

હવે વરસાદના ત્રીજા રાઉન્ડમાં માટે તૈયાર રહેજો, ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી તારીખો

રાજ્યમાં 25મી જૂને ચોમાસું બેઠું હતું, ત્યાર બાદથી રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. આવામાં આપણે વરસાદના ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો, હવે વરસાદના ત્રીજા રાઉન્ડમાં માટે તૈયાર રહેવું પડશે.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 15મી જુલાઈએ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. નવી સિસ્ટમને કારણે ગુજરાતને પણ વરસાદ મળશે. જ્યારે 17થી 20 જુલાઈએ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ હશે.

સાથે જ તેમણે કહ્યું કે, 20 જુલાઈનું વહન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 20 જુલાઈનું વહન જોરદાર હોઈ શકે છે. ઉપરાંત 23મી જુલાઈએ પણ એક લો પ્રેશર બની શકે છે. જુલાઈમાં ઉપરા ઉપરી બે સિસ્ટમ બનશે. ઉપરા ઉપરી 2 સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે. ઓગસ્ટમાં પણ બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પણ વરસાદ રહેશે. 2થી 4 ઓગસ્ટે ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 8 ઓગસ્ટે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. 17મી ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. ઓગસ્ટમાં વરસાદની વધઘટ રહી શકે છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે 11મી જુલાઇથી સૌરાષ્ટ્ર, કચ્છમાં આજે વરસાદ વિરામ લઈ શકે છે. હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, આજે એટલે તારીખ 11મી જૂને રાજ્યમાં વરસાદ એક દિવસ માટે વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આજે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. આ દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *