ગુજરાતીઓ વિદેશમાં પણ ” ડાકોરના ઠાકોર ” ના તાલે એવા ગરબા રમ્યા કે તમે જોતાં જ રહી જશો, જુઓ વિડીયો

ગુજરાતીઓ વિદેશમાં પણ ” ડાકોરના ઠાકોર ” ના તાલે એવા ગરબા રમ્યા કે તમે જોતાં જ રહી જશો, જુઓ વિડીયો

આજે દેશના દરેક ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે, ગુજરાતીઓ પરંપરા અને સંસ્કૃતિને પણ સાથે સાચવીને રાખી છે. ગુજરાતીમાં કહેવત છે કે, ” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ” ખરેખર આ વાત સો ટકા સાચી છે, આજે દરેક દેશોમાં ગુજરાતીઓનું પ્રભુત્વ છે. ગુજરાતીની ઓળખ થેપલા અને ગરબાથી વધુ થાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં (Viral Video)જોઈ શકશો કે લોકો ગરબે ઘૂમી રહ્યા છે.

તમામ ગુજરાતીઓ Windsor riverfront ખાતે ” ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ” સોંગ સાથે ગરબે ઘૂમી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈને તમને એ તો સમજાઈ જશે કે, ગુજરાતીઓને ગરબા રમવા માટે માત્ર ગુજરાતની ધરતી જ વ્હાલી નથી લાગતી પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓનો પગ પળે ત્યાં દરેક સ્થાન ગુજરાતીઓ માટે ગુજરાત બની જાય છે.

હાલમાં વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ગરબે ઝૂમી રહ્યા છે અને વિચાર કરો કે જો વિદેશની ધરતી પર આપણે આ રીતે ગરબા રમી શકતા હોય તો પછી આપણું વિશ્વમાં પ્રભુત્વ કેટલું? ખરેખર આ વીડિયો દરેક ગુજરાતીઓ માટે ગૌરવશાળી છે કારણ કે અમદાવાદના રિવરફ્રન્ટ ગરબા રમવા અને Windsor riverfront પર રમવા એ જમીન આસમાનનો ફરક છે.

 

 

View this post on Instagram

 

A post shared by Darshit Navadia (@darshit_navadia)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *