ગુજરાતી યુવકે મમ્મી- પપ્પા ને કહ્યું હું એક છોકરાને પ્રેમ કરું છું…રાજીખુશીથી મમ્મી -પપ્પા એ કર્યું એવું કે…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હાલ અમિત શાહ અને આદિત્ય મદિરાજુના લગ્નની તસવીરો ભરપૂર વાઈરલ થઈ રહી છે. અમિત શાહ અને આદિત્ય મદિરાજુએ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના બાપ્સ સ્વામીનારાયણ મંદિરમાં લગ્ન કર્યા.
લગ્નમાં તેમણે ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરેએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા છે. ખુદ અનીતા ડોંગરેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની તસવીરો શેર કરી છે. ત્યારે જણાવી દઈએ કે, અમિત શાહ ન્યૂજર્સીમાં રહેતો ગુજરાતી યુવક છે.
અમિત શાહ અને આદિત્ય મદિરાજુએ હિન્દુ રીત-રિવાજો મુજબ લગ્ન કર્યાં છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ચારેતરફ છવાઈ ગઈ છે. કારણ કે, પહેલીવાર સમલૈગિંક લગ્નની તસવીરો આટલી સુંદર રીતે જાહેર જીવનમાં આવી હોય. સોશિયલ મીડિયા પર આ સુંદર કપલને લગ્નજીવન માટે લોકો ઢગલાબંધ શુભકામનાઓ આપી રહ્યાં છે.
વોગ મેગેઝીન સાથે વાત કરતા અમિત અને આદિત્યએ જણાવ્યું કે, 2016માં બંને પોતાના મિત્રના લગ્નમાં એકવાર મળ્યા હતા. તે દિવસથી જ અમે એકબીજા સાથે છીએ. બાદમાં અમે મોબાઈલ નંબર પણ એક્સચેન્જ કર્યા. તેના બાદ મળવાનું શરૂ થયું. તેમનું કહેવું છે કે, અમે એક જેવા હોઈને પણ એક જેવા નથી, અમારા બંનેના વિચારો પણ અલગ અલગ છે.
તેમણે જણાવ્યું કે, જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારે અમને જરા પણ લાગતુ ન હતું કે અમે લગ્ન કરીશું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ અમને લાગવા લાગ્યું કે અમે એકબીજા માટે બન્યા છીએ. તેના બાદ અમે અમારા માતાપિતા સાથે લગ્નની વાત કરી.
આ સમલૈગિંક કપલ પોતાના લગ્ન માટે એટલા ખુશ હતા કે, તેમણે દરેક વિધી પૂરી કરી છે. તેઓએ પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું, હાથમા મહેંદી પણ રચાવી. હલ્દી સેરેમની પણ કરી.
અમિત જણાવે છે કે, આદિત્ય બહુ જ ક્રિએટિવ છે. તેને પેઈન્ટિંગ અને આર્ટમાં બહુ જ રસ છે. અમિત શાહ કોરિયોગ્રાફર છે, જે આત્મા પરફોર્મિંગ આર્ટસ નામની કંપની ચલાવે છે. તો આદિત્ય રિસ્ક મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે.