ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે બંધાયો લગ્નના બંધનમાં..તું માન મેરી જાન ગીત પર પત્નીને ઊંચકીને કર્યો ડાન્સ..જુઓ વિડિયો

ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે બંધાયો લગ્નના બંધનમાં..તું માન મેરી જાન ગીત પર પત્નીને ઊંચકીને કર્યો ડાન્સ..જુઓ વિડિયો

ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી. એ દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો.

મેહા ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રીલ્સ પણ બનાવે છે. અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કેફ, જયદેવ ઉનડકટ સહિત અનેક ક્રિકેટર પણ આવ્યા હતા.

કૈફે ટ્વિટર પર પોસ્ટ કર્યું
અક્ષરના લગ્નમાં ભારતનો પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પણ આવ્યો આવ્યો. કૈફે ટ્વિટર પર કપલ સાથે ફોટો પોસ્ટ કરીને તેમને શુભ કામનાઓ આપી. અક્ષરે ટીમ ઇન્ડિયાના અનેક ખેલાડીને લગ્નમાં આમંત્રિત કર્યા હતા, પરંતુ, વ્યસ્ત શેડ્યૂલને લીધે કોઈ લગ્નમાં સામેલ થઈ શક્યું નહોતું.

મોહમ્મદ કૈફે ટ્વિટર પર અક્ષર-મેહાને શુભ કામનાઓ પાઠવી.ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બ્રેક લીધો

અક્ષરે લગ્ન માટે હાલ ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બ્રેક લીધો છે. જાડેજાને ઈજા પહોંચ્યા પછી સતત અક્ષર ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 અને વન-ડે મેચની સિરીઝ રમી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *