Gujarat : જેમણે કંસને આકાશવાણી કરી આપી હતી કાળની ચેતવણી,તે માઁ સાક્ષાત ગુજરાતમાં અહીં છે બિરાજમાન..

Gujarat : જેમણે કંસને આકાશવાણી કરી આપી હતી કાળની ચેતવણી,તે માઁ સાક્ષાત ગુજરાતમાં અહીં છે બિરાજમાન..

Gujarat : જૂનાગઢ જિલ્લાનાં મધ્યગીરમાં તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દુર કુદરતી સૌદર્યની વચ્ચે શિંગવડા નદી પાસે માં કનકાઈ બિરાજે છે મા કનકાઈનું મંદિર 1475 વર્ષ પહેલાનું
સ્કંધ પુરાણના નવમાં અધ્યાયમાં ઉલ્લેખ દેશવિદેશથી માઁ કનકાઈના દર્શનાર્થી આવે છે

Gujarat
Gujarat

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. મધ્ય ગિરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનુ મંદીર શકિતપુજાનું ઐતિહાસિક સ્થળ છે.પુરુષ નામધારી શિંગવડા નદીનાં ઉદગમ સ્થાન પાસે માં કનકાઈનુ ધામ આવેલું છે.ચારે બાજુના લીલી હરિયાળી વચ્ચે મોરલા ગળાનાં કટકા કરી કરીને “મલ્હાર” આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ, ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.

કનક એટલે સોનુ

આ પણ વાંચો : Chamunda Maa નું એવું મંદિર જ્યાં ભીમે માથું પછાડીને પ્રગટ કર્યું હતું શિવલિંગ: ગુજરાતનું આ ગામ છે આસ્થાનું કેન્દ્ર

Gujarat : ગીરનુ જંગલ, લીલાછમ હરિયાળા ડુંગરા,એશિયાટિક સિંહોની ગર્જના, પક્ષીઓનો કલરવ અને સુંદર વન્ય પ્રાણીઓની અવર જવર. જૂનાગઢ જિલ્લાનાં મધ્યગીરમાં તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દુર કુદરતી સૌદર્યની વચ્ચે શિંગવડા નદી પાસે માં કનકાઈ બિરાજે છે. મધ્ય ગીર માં બિરાજતા મા કનકાઈ નું આ મંદિર 1475 વર્ષ પહેલાનું છે. જેનો ઉલ્લેખ સ્કંધ પુરાણના 9 માં અધ્યાયમાં જોવા મળે છે. જે મુજબ “કનક એટલે સોનુ. મા કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે.

 

Gujarat
Gujarat

કનકાવટી નગરીના રાજા કનકસેન માઈભક્ત હતા

દેશવિદેશથી દર્શનાર્થી માઁ કનકાઈના દર્શન કરવા કુદરતના ખોળે આવી અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે. કનકાવટી નગરીના રાજા કનકસેન માઈભક્ત હતા. પ્રજા વત્સલ ધાર્મિક રાજા કનકસેને પોતાની સુવર્ણ જડિત નગરીની સુખસમૃદ્ધિ જળવાઈ રહે અને પ્રજાનું હંમેશા કલ્યાણ થાય તેવા શુભ આશય થી મા કનકાઈ ની આરાધના કરી. કઠોર તપસ્યા ને અંતે માતાજી પ્રસન્ન થયા અને કનકસેન રાજાની લાગણી ને ધ્યાને લઇ આ જગ્યાએ સાક્ષાત સ્વરૂપે માતાજી બિરાજ્યા.

કંસને આકાશવાણી કરી ચેતવણી આપી હતી

આ પણ વાંચો : Koteshwar Mahadev : અમદાવાદમાં આવેલું છે મીની સોમનાથ,અહીંના પવિત્ર જળના છંટકાવથી દરેક દુખ થશે ભસ્મ…

માઁ કનકાઈ ભગવાન શ્રીકૃષ્ણના બહેન હતા તેવી પણ એક લોક વાયકા છે. દેવકીનું સાતમું સંતાન માઁ કનકાઈએ કંસને આકાશવાણી કરી કહેલું ‘તારો કાળ જન્મી ચુક્યો છે. ( MUSIC ) વનવાસ દરમ્યાન અહીં ગીર જંગલમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોના હસ્તે પ્રથમ યજ્ઞ કરાવ્યો હતો. 84 જ્ઞાતિના કુળદેવી હોઈ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ કે પરિવાર માતાજીની માનતા અને દર્શને પધારી માના ગરબા અને સ્તુતિ ગાઈ આરાધના અને અનુષ્ઠાન કરે છે

 

Gujarat
Gujarat

જીર્ણોધાર સંવત 1864 માં કરવામાં આવ્યો હતો

Gujarat : કનકાઈમાંનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864 માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ લગભગ 142 વર્ષ પછી લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરી મંદીરનો જીર્ણોધાર કરવામાં આવ્યો અને સંવત 2008 તારીખ03/03/1952 ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમાં હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મધ્યગીરમાં આવેલા માં કનકાઈના મંદિરે મુખ્યત્વે ત્રણ ઉત્સવ ઉજવવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને માતાજીનો પાટોત્સવ. આ સમય દરમ્યાન લાખો ભક્તો દર્શનાર્થે આવી હોમ-હવન અને યજ્ઞાદીનો લાભ મેળવે છે. દુખિયાના દુખ હરનારી ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી સુવર્ણ જેવી કાંતિ ધરાવતી માં કનકાઈની કૃપા દરેક પર ભક્તો પર વરસતી રહે જય કનકાઈ માં

more article : Dipeshwari ma : ગુજરાતનું તેજોમય સ્થળ ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *