Gujarat Weather : ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ, આજે 42.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Gujarat Weather : ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ, આજે 42.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Gujarat Weather : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather : આ અંગે વિગતો આપતા હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે. દાસે જણાવ્યું કે, આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે. આગામી 5 થી 7 મે સુધી યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મતદાનના દિવસે કાળઝાળ ગરમી પડવાથી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather
Gujarat Weather

આ પણ વાંચો : Share Market : પહેલા જોઈ લેજો આ લિસ્ટ, આગામી 15 દિવસમાં ધુંઆધાર કમાણી કરાવશે આ 5 શેર, જાણો કેટલો છે ટાર્ગેટ

મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ અમદાવાદનું તાપમાન વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather : જો આજના તાપમાનની વાત કરવામાં આવે તો, આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય અમરેલીમાં 42 ડિગ્રી તેમજ અમદાવાદમાં 41.7 અને વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Gujarat Weather
Gujarat Weather

આજે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચુ નોંધાયું છે. જો કે દરિયાપારના પવનો ફૂંકાવાના કારણે દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનનો પારો ગગડીને 39.8 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગના મતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સપ્તાહના અંત સુધી ગરમીનો પારો 39 થી 41 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *