Gujarat Weather : 13થી 15 એપ્રિલ કચ્છ, ગીર સોમનાથ, સુરત, દાહોદ, નવસારી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા..

Gujarat Weather : 13થી 15 એપ્રિલ કચ્છ, ગીર સોમનાથ, સુરત, દાહોદ, નવસારી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા..

Gujarat Weather  : ગુજરાતમાં કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સવાર અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું. દાહોદ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે.

Gujarat Weather  : ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 13થી 15 એપ્રિલ દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને દાહોદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે.

Gujarat Weather
Gujarat Weather

આ પણ વાંચો : Stock Market : બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર..

તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે છે. તેમજ ઠંડરસ્ટ્રોમની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ધીરે ધીરે 2થી 3 ડિગ્રી સુધીનો તાપમાનમાં વધારો જોવા મળશે.

Gujarat Weather
Gujarat Weather

આ પણ વાંચો : Diabetes : ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ મીઠા ફળ, ગળ્યું ખાવાની ક્રેવિંગને કરે છે કંટ્રોલ..

કયા જિલ્લાઓમાં ક્યારે પડશે માવઠું

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, 13 એપ્રિલના રોજ કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 14 એપ્રિલના રોજ કચ્છ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં માવઠું થઇ શકે છે. તેમજ 15 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે.

Gujarat Weather
Gujarat Weather

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *