Gujarat Weather : અમદાવાદમાં બદલાતા વાતાવરણ વચ્ચે ગરમીમાંથી મળી રાહત, જાણો અન્ય શહેરની કેવી છે સ્થિતિ
Gujarat Weather : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા માવઠાથી અમદાવાદ શહેરમાં ગરમીમાં થોડી રાહત જોવા મળી છે. 37 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4.6 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર
અમદાવાદમાં બે દિવસ પહેલા 42.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. આમ, એક દિવસમાં જ અમદાવાદનું સરેરાશ મહતમ તાપમાન પાંચ ડિગ્રી ઘટ્યું છે. શહેરમાં દિવસ દરમિયાન ગરમી જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને થોડી ગરમીની સાથે બફારો અનુભવાશે.
બીજી તરફ હવામાન અંગે આગાહી કરતા ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા ગરમીમાં વધારો નોંધાશે.
આગામી 20 મે બાદ અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીએ પહોંચવાની પણ સંભાવના છે. હાલમાં રાજકોટમાં 42.5, ભૂજમાં 42.3, સુનગર માં 41.3, ડીસામાં 40.3, સુરતમાં 40, અમરેલીમાં 39.3, સુરતમાં 40, અમરેલીમાં 39.6, વડોદરામાં 38.4, ભાવનગરમાં 38.2, ગાંધીનગરમાં 37 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
more article : HEALTH TIPS : ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા