Gujarat Weather : ચાર દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે, આજે મહત્તમ તાપમાન ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ.

Gujarat Weather : ચાર દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે, આજે મહત્તમ તાપમાન ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ.

Gujarat Weather : ગુજરાતમાં આજે મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ચાર દિવસ બાદ ગુજરાતમાં ફરી કાળઝાળ ગરમી પડી શકે છે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. આજે અમદાવાદમાં 39.5 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

Gujarat Weather
Gujarat Weather

આ પણ વાંચો : World Liver Day : ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન..

આજે કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

Gujarat Weather : આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.5 ડિગ્રી, ડીસામાં 37.3, ગાંધીનગરમાં 39, વલ્લભ વિદ્યાનગરમાં 38.5, વડોદરામાં 39.8, સુરતમાં 39, વલસાડમાં 37.8, ભુજમાં 36.8, નલિયામાં 33, કંડલા પોર્ટમાં 35.5, અમરેલીમાં 40, ભાવનગરમાં 38, દ્વારકામાં 30.7, ઓખામાં 33.9, પોરબંદરમાં 34.8, રાજકોટમાં 38.7, વેરાવળમાં 31.8, સુરેન્દ્રનગરમાં 39.2, મહુવામાં 39.4 અને કેશોદમાં 38.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather
Gujarat Weather

આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

 આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 27.5 ડિગ્રી, ડીસામાં 25.8, ગાંધીનગરમાં 27.4, વલ્લભ વિદ્યાનગરમાં 27.2, વડોદરામાં 28.6, સુરતમાં 27.6, વલસાડમાં 20.4, ભુજમાં 24.9, નલિયામાં 24.4, કંડલા પોર્ટમાં 26.5, અમરેલીમાં 26.7, ભાવનગરમાં 27.9, દ્વારકામાં 26.6, ઓખામાં 25.9, પોરબંદરમાં 25.5, રાજકોટમાં 25.4, વેરાવળમાં 26.3, સુરેન્દ્રનગરમાં 27, મહુવામાં 26.5, કેશોદમાં 25.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather
Gujarat Weather

more article : Stock Market : 6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ !

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *