GUJARAT WEATHER : આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટ

GUJARAT WEATHER : આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટ

GUJARAT WEATHER : રાજ્યમાં હજુ વધશે ગરમીનું પ્રમાણ…સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી… અમદાવાદ-ગાંધીનગરમાં 43 ડિગ્રી જેટલું રહેશે તાપમાન…

GUJARAT WEATHER : ગરમીથી શેકવવા તૈયાર થઈ જાઓ. કારણ કે, રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે.

GUJARAT WEATHER : પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. મે મહિનાના પહેલા પાંચ દિવસ કાઢવા અઘરા પડી જશે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જશે.

GUJARAT WEATHER
GUJARAT WEATHER

GUJARAT WEATHER : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે.

આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

આ પણ વાંચો : HEALTH TIPS : ઉનાળામાં તરબૂચ કરતા પણ બેસ્ટ છે આ ફળ, ગરમીમાં શરીર માટે કહેવાય છે ‘અમૃતફળ’..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *