Gujarat : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતો પર સંકટના વાદળ.
Gujarat : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Gujarat : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટાયું હતું. સાંજે 6 વાગ્યા પછી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ શહેરનાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળિયા વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો.
શહેરમાં બે વૃક્ષ તેમજ એક થાંભલો તૂટી પડ્યો હતો
ગત રોજ સાંજે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શાહીબાગ, ગાયકવાડ હવેલી પાસે બે વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે એલિસબ્રિજ પાસે સીસીટીવી કેમેરાનો થાંભલો તૂટી પડ્યો હતો. તેમજ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી.
આ પણ વાંચો: 7 Gamers : કોણ છે ? આ 7 ગેમર્સ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ? લાખો લોકો કરે છે તેમને ફોલો..
થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે
આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. તેમજ ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Multibagger stocks : ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન..
સાયક્લોનિક સર્ક્ચુલેશન સક્રિય થતાં પડશે સામાન્ય વરસાદ
તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલનાં કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે. તેમજ ગઈકાલે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો.