Gujarat : આ છે ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર,જે સતયુગમાં બ્રહ્મપુર તરીકે ઓળખાતું,જાણો પૌરાણિક મહત્વ…
Gujarat : ભગવાન બ્રહ્માજીનું સમગ્ર ગુજરાતમાં એક જ મંદિર હોવાના પગલે લોકો વિશેષ શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવે છે. મંદિરે પ્રતિ દિવસ 100 થી લઈ 500 જેટલા લોકો નિયમિત રૂપે દર્શન કરવા આવે છે
Gujarat સહિત સમગ્ર દેશભરમાં ભગવાન બ્રહ્માજીના માત્ર બે જ મંદિર છે જેમાં એક મંદિર રાજસ્થાનના પુષ્કરમાં છે અને બીજું મંદિર ગુજરાતમાં છે. નેશનલ હાઇવે નંબર આઠ અમદાવાદથી દિલ્હી જવાના માર્ગે હિંમતનગરથી ચાલીસ કિલોમીટરના અંતરે રાજસ્થાન સરહદી પૌરાણિક નગર એટલે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા સતયુગના સમયથી અસ્તિત્વમાં છે. સતયુગમાં ખેડબ્રહ્માને બ્રહ્મપુર, દ્વાપરયુગમાં ત્રમ્બકપુર અને કળીયુગમાં બ્રહ્માની ખેડ અથવા ખેડબ્રહ્મા તરીકેની ઓળખ છે.
જમણી બાજુ ગાયત્રી માતાજી અને ડાબી બાજુ સાવિત્રી માતાજી બિરાજમાન છે
સામાન્ય રીતે કોઈપણ મંદિરનુ બાંધકામ અને તેની બનાવટ લગભગ એક સરખી હોય છે પણ ખેડબ્રહ્માના બ્રહ્માજીના મંદિરનો આકાર બાંધકામ અને બનાવટ વિશિષ્ટ પ્રકારના છે. કેટલાય શ્રદ્ધાળુઓ માટે બ્રહ્માજીનુ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિર આસપાસના વિસ્તાર સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોથી લોકો બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા આવે છે.મંદિરમાં બ્રહ્માજી બિરાજમાન છે અને તેમની જમણી બાજુ ગાયત્રી માતાજી અને ડાબી બાજુ સાવિત્રી માતાજી બિરાજમાન છે. સ્થાપિત મૂર્તિઓની પૂજા ભાવિકો વર્ષોથી કરે છે.
મંદિરે પ્રતિ દિવસ 100 થી લઈ 500 જેટલા લોકો નિયમિત રૂપે દર્શન કરવા આવે છે
ભગવાન બ્રહ્માજીનું સમગ્ર ગુજરાતમાં એક જ મંદિર હોવાના પગલે લોકો વિશેષ શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવે છે. મંદિરે પ્રતિ દિવસ 100 થી લઈ 500 જેટલા લોકો નિયમિત રૂપે દર્શન કરવા આવે છે અને લોકોને શ્રદ્ધા સાથે અતૂટ વિશ્વાસ છે.બ્રહ્માજી જ્યારે બ્રહ્મલોકમાં પરત જતા હતા ત્યારે લોકોની વિનંતીથી પોતાની મૂર્તિ પૂજા માટે આપી હતી. જ્યારે બ્રહ્માજીએ મૂર્તિ આપી ત્યારે તે ચોસઠ મુખની હતી પછી તે બત્રીસ મુખની થઈ બાદમાં સોળ મુખની થઈ પછી આઠ મુખની એટલે કે જેમ જેમ ભાવિકોની સેવા કરવાની શક્તિમાં ઘટાડો થયો તેમ લોકોની વિનંતીથી મુખ ઓછા થયા અને હાલ મંદિરમાં ચતુર્મુખી મૂર્તિ પ્રસ્થાપિત છે.
Gujarat સહિત અન્ય રાજ્યમાંથી દર્શનાર્થીઓ મંદિરે આવી ભગવાન બ્રહ્માજીના વિશેષ દર્શન કરે છે. સાથોસાથ ખેડબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારોમાં કોઈપણ દીકરા કે દીકરીનું લગ્ન હોય તો ગણેશ સ્થાપન બાદ બ્રહ્માજીના દર્શન કરવાની ટેક છે. જેના પગલે દરેક વ્યક્તિ આજે ભગવાન ગણેશના દર્શન બાદ નિયમિત ભગવાન બ્રહ્માજીના દર્શન કરે છે.
ખેડબ્રહ્મા નગરીમાં મહત્વનું મંદિર બ્રહ્માજીનું છે
ખેડબ્રહ્મા પૌરાણિક નગર છે અને તેનુ અસ્તિત્વ આજે પણ આ ભૂમિમાંથી મળી આવે છે. ખેડબ્રહ્મા નગરીમાં મહત્વનું મંદિર બ્રહ્માજીનું છે. બ્રહ્માજીએ આ પવિત્ર ભૂમિને સોનાના હળથી ખેડી હતી એટલે બ્રહ્માની ખેડ કહેવાઈ અને બ્રહ્માની ખેડ એટલે જ ખેડબ્રહ્મા.ખેડબ્રહ્મામા બ્રહ્માજીના મંદિર પાસે એક વાવ આવેલી છે જેને બ્રહ્મ વાપી તીર્થ અને ગોત્ર તીર્થ પણ કહે છે સ્થાનિક લોકો અને ઇતિહાસકારોના કહેવા પ્રમાણે બ્રહ્માજીની પ્રતિમા આ જ વાવમાંથી મળી આવી છે. વાવમાં ગોત્ર દેવતાઓની ડેરીઓ આવેલી છે. અને ખેડબ્રહ્માના બ્રાહ્મણો તથા વૈશ્યોની ગોત્ર દેવતાઓની ડેરીઓ હોવાનું મનાય છે.
અતિ પૌરાણિક વાવ હવે દિન પ્રતિદિન ખંડેર સ્વરૂપ બની રહી છે
Gujarat : 27 જેટલી ડેરીઓનો ઉલ્લેખ બ્રાહ્મણત્ય માર્કંડ નામના ગ્રંથમાં છે. વાવ પ્રાચીન હોવાની સાથોસાથ સ્થાનિક લોકો માટે પીવાના પાણીની એક માત્ર જગ્યા હોવાથી કેટલાય લોકો માટે આ મહત્વનું સ્થળ હતું. અતિ પૌરાણિક વાવ હવે દિન પ્રતિદિન ખંડેર સ્વરૂપ બની રહી છે.કોઈપણ મંદિરમાં સ્થાનિક ભક્તોનું અનેક મહત્વ હોય છે તેમજ મંદિરમાં ભગવાનની પ્રતિમા સાથે તાદાત્મય સધાયેલું હોય છે ત્યારે ખેડબ્રહ્મા મંદિરે નિયમિત દર્શનાર્થીઓ આવે છે સાથોસાથ તેમની માનતાઓ પણ પૂરી થતી રહેલી છે જેથી સ્થાનિક વિસ્તાર માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહેલું છે.
આ પણ વાંચોઃ Vastu Tips : ઘરની આ દિશામાં અરીસો મુકવાથી થશે પૈસાનો વરસાદ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ…
ગુજરાતભરમાં બ્રહ્માજીનુ એક જ મંદિર
Gujarat અને અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો આજે પણ આ વાવના દર્શન કરી કૃતાર્થ ભાવ અનુભવે છે. ગુજરાત ભરમાં બ્રહ્માજીનુ એક જ મંદિર હોવાના પગલે ભક્તજનોમાં વિશેષ મહત્વ રહેલું છે સ્થાનિક દર્શનાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓ માટે માનતા માનવા સહિત પૂરી કરવાનું આ મંદિર પ્રત્યક્ષ સાક્ષી પૂરી રહ્યું છે.બ્રહ્માજીના મંદિરની બાજુમાં નવગ્રહના મંદિર આવેલા છે ઘણા ભાવિકો નવગ્રહની ખાસ પૂજા કરવા મંદિરે આવે છે. મંદિર પરિસરમાં હનુમાનજીની પ્રતિમાનુ પણ સ્થાપન કરવામાં આવ્યુ છે હનુમાનજીની મૂર્તિમાં આમ તો ડાબી બાજુમાં પનોતી દબાવેલી હોય છે પણ બ્રહ્માજીના મંદિરમાં જમણી બાજુમાં પનોતીને દબાવીને હનુમાનજી ઊભા હોય તેવી પ્રતિમા રાખવામાં આવી છે.
મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ ઉર્જાનું મહત્વ
Gujarat : કહેવાય છે કે મંદિરમાં મંગળા હનુમાનજી છે મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ ઉર્જાનું મહત્વ રહેલું છે. બ્રહ્માજીના મંદિરની બહારની બાજુમાં બ્રહ્માજી સહિત દેવી-દેવતાઓની સુંદર કોતરણી કરવામાં આવી છે. વર્ષો જૂની કોતરણીથી સજ્જ બ્રહ્માજીનુ મંદિર ઈતિહાસની સાક્ષી પુરાવે છે. સ્થાનિક ભક્તજનો કોઈપણ શુભ કાર્ય કરવાની શરૂઆત કરે તો પહેલા ગજાનંદને યાદ કરી બીજા નંબરે ભગવાન બ્રહ્માને યાદ કરે છે
more article : Vastu Shastra અનુસાર આ રીતે કરો જાસુદના ફૂલનો ઉપયોગ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, નહીં રહે પૈસાની તંગી