Gujarat : ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી 40 ડિગ્રી સુધી પારો જશે..

Gujarat : ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી  40 ડિગ્રી સુધી પારો જશે..

Gujarat : ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને જશે પાર,,, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી,,, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે થશે કાળઝાળ ગરમીનો અહેસાસ\

Gujarat : રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો એહસાસ થઈ રહ્યો છે. સોમવારે ધૂળેટીના તહેવારમાં પણ લોકોને આકરી ગરમીનો સામોનો કરવો પડ્યો હતો. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું હતુ. તો રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરૂવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો 43ને પાર જશે તેવી ચેતવણી છે. તો બીજી તરફ હજી પણ બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યા છે.

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા

  • અમદાવાદ 38.6 ડિગ્રી
  • ગાંધીનગર 38.5 ડિગ્રી
  • ડીસા 38.4 ડિગ્રી
  • વડોદરા 38.6 ડિગ્રી
  • ભાવનગર 37.4 ડિગ્રી
  • રાજકોટ 39.9 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 39.5 ડિગ્રી
  • મહુવા 38.0 ડિગ્રી
  • ભુજ 39.8 ડિગ્રી
  • કંડલા 37.6 ડિગ્રી
  • કેશોદ 38.5 ડિગ્રી
Gujarat
Gujarat

Gujarat : હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.

આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે.

હીટવેવમાં આ બાબતનુ ધ્યાન રાખજો

હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

Gujarat
Gujarat

 

આ પણ વાંચો :  Vastu Tips : સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે..

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

 ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.

Gujarat
Gujarat

 

More article : Success Stroy : એક સમયે ફ્લિપકાર્ટમાં કરતા હતા જૉબ, આઈડિયાના જોરે ઉભી કરી દીધી રૂ. 99,444 કરોડની કંપની

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *