Gujarat : જન-જનની સેવા કરતા ગુજરાતના આ જોષીબાપા, શાકભાજીના વેપારીથી કઈ રીતે બન્યા સેવાભાવી, સફર પ્રેરણાદાયી

Gujarat : જન-જનની સેવા કરતા ગુજરાતના આ જોષીબાપા, શાકભાજીના વેપારીથી કઈ રીતે બન્યા સેવાભાવી, સફર પ્રેરણાદાયી

Gujarat : આશ્રમમાં રહેતા વૃદ્ધોને સવારમાં ચા નાસ્તો, બપોરે દાળભાત શાક રોટલી સાથે મિષ્ઠાન અને રાત્રે કઢી ખીચડી ભોજનમાં આપી તેમના સ્વાસ્થ્યની પૂરી કાળજી લેવામાં આવેછે.વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધોની જીવનસંધ્યાનુ નવુ ઘર “ હાલનાં સમયમાં તૂટતા સંયુક્ત પરિવારોમાં ઘણાં લોકો પોતાનાં માતા પિતાને પોતાની સગવડતા ખાતર આશ્રમમાં મૂકી આવે છે.“જ્યારે દીકરા બને છે દાનવ ત્યારે વૃદ્ધ માતા-પિતાનો સહારો બને છે વૃદ્ધાશ્રમ” જેતપુરના જોષીબાપા આવા નિરાધાર નિસહાયના શ્રવણ બની ચલાવી રહ્યા છે.. શ્રી હરિ ઓમ વૃદ્ધાશ્રમ.

60 થી 95 વર્ષ સુધીના 115 થી વધુ મહિલાઓ, પુરુષો અને દિવ્યાંગો અહીં આશરો લઇ રહ્યા છે

Gujarat : રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર જેન્તીલાલ દામજીભાઈ જોષી કે જેઓ ‘જોષીબાપા’ તરીકે ઓળખાય છે તેઓ છેલ્લા 8 વર્ષથી નિરાધારો અને અસહાય ઘરડા લોકો માટે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે. શરૂઆતમાં વૃદ્ધાશ્રમની છતમાં પતરાં લગાવીને કામ ચલાવ્યું હતું, પણ વૃદ્ધો માટે સેવાની સુવાસ દાતાઓ સુધી પહોંચતા તેમની મદદથી પાકું મકાન થઈ ગયું છે અને તરછોડાયેલા વૃદ્ધોનો આશરો સાબિત થઈ રહ્યું છે.હરિઓમ વૃદ્ધાશ્રમમાં 115 થી વધુ મહિલાઓ પુરુષો અને દિવ્યાંગો આશરો લઈ રહ્યાં છે. જેમની વય 60 થી 95 વર્ષ સુધીની છે. જેમાં ઘણા લોકોની આંખની રોશની પણ જતી રહી છે તો ઘણાં વૃદ્ધો ચાલી પણ શકતા નથી.

8 વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવી જીવનસંધ્યાને આરે પહોંચેલા નિરાધાર વૃદ્ધોનો આધાર

Gujarat : શ્રી હરિ ઓમ આશ્રમનાં સંસ્થાપક જોષીબાપા બીલખા તાલુકાના રામેશ્વર ગામથી જેતપુર આવેલા અને લોકોની સેવા કરવાની ઇચ્છા મનમાં આવતા થોડા જ દિવસમાં તેનો અમલ થઇ ગયો.એક સમયે લીંબુ મરચાની નાની દુકાન ચલાવતા જોષીબાપા આજે 8 વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવી જીવનસંધ્યાને આરે પહોંચેલા નિરાધાર વૃદ્ધોનો આધાર બની સેવાકાર્ય કરી રહ્યા છે.હરિઓમ આશ્રમમાં પગપાળા પ્રવાસ કે માનતા કરતા વટેમાર્ગુ લોકોને ઉતારો આપી આરામ કરવાની તેમજ જમવા માટેની પણ સુવિધાઓ કરવામાં આવી છે.

આશ્રમમાં અનુભવી તજજ્ઞો દ્વારા જુદા જુદા રોગોના કેમ્પ

Gujarat : રવિવાર,મંગળવાર અને મહિનાના કોઈ એક વારમાં વૃદ્ધો માટે આંખોનો કેમ્પ કરવામાં આવે છે.જેમાં સહયોગી સંસ્થા રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન પણ કરવામાં આવે છે.. આશ્રમમાં અનુભવી તજજ્ઞો દ્વારા જુદા જુદા રોગોના કેમ્પ કરવામાં આવતા હોય છે.અને જેમાં જરૂરિયાતમંદ લોકોને સેવા મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવી જોશી બાપા દરેક લોકોના તારણહાર બન્યા છે.

આશ્રમમાં રહેતા વૃદ્ધોને સવારમાં ચા નાસ્તો, અને બે ટાઇમ ભરપેટ ભોજન

Gujarat : હરિઓમ વૃદ્ધાશ્રમમાં પુત્રો તેમજ પુત્રીઓએ તરછોડી દીધેલા વૃદ્ધો ડાઇનિંગ ટેબલ પર એક પરિવાર બનીને સાથે જમે છે અને જમતા પહેલા મહાદેવજીનુ નામ લઈ અન્ન મળ્યાનો આભાર માને છે. આશ્રમમાં અંદાજે 150 થી વધુ વૃદ્ધો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, આશ્રમમાં રહેતા વૃદ્ધોને સવારમાં ચા નાસ્તો, બપોરે દાળભાત શાક રોટલી સાથે મિષ્ઠાન અને રાત્રે કઢી ખીચડી ભોજનમાં આપી તેમના સ્વાસ્થ્યની પૂરી કાળજી લેવામાં આવે છે.જેમને પરિવારે તરછોડી દીધા છે

Gujarat : તેવા વૃદ્ધો માટે હરિઓમ આશ્રમ મોટો આધાર છે તો એવા પણ સેવાભાવી લોકો છે જે તેમના ઘરે સુખી છે જેમને પરિવારમાં કોઈ તકલીફ નથી અને તે આશ્રમમાં જ રહી સેવા આપી પુણ્યનુ કામ કરી રહ્યા છે. સુખી સંપન્ન પરિવારમાંથી આવતા વૃદ્ધો પણ જોષીબાપાના આશ્રમમાં એટલે રહે છે કે તેમના સંતાનો શહેરમાં સ્થાયી થયા છે અને ત્યાંનુ એકલવાયુ વાતાવરણ તેમને માફક નથી આવતુ અને આશ્રમમાં મળતી દરેક સેવા સુવિધાથી ખૂબ જ સંતુષ્ટ છે..

આ પણ વાંચોઃ Vastu Tips : ઘરમાં કારેલાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ, જાણો શું કહે છે વાસ્તુ

ભજન -કીર્તનના પ્રોગ્રામ અને વાર-તહેવારે પ્રવાસ

Gujarat : જોષી બાપાના હરિ ઓમ વૃદ્ધાશ્રમમાં આવેલ 125 જેટલા વૃદ્ધોને એકલતા તેમજ પરિવારની યાદ ના આવે એ માટે ભજન તેમજ કીર્તન ના પ્રોગ્રામ કરવામાં આવે છે..દરેક તહેવારોમાં વૃદ્ધોને ફરવા અને મોટા મંદિરોની જાત્રાએ લઈ જઈ પોતાના સંતાનો કરતા પણ સારી રીતે સાચવીને હરિઓમ વૃદ્ધાશ્રમ નિસ્વાર્થ સેવા કરી વૃદ્ધોને પોતાનો ભવ બગડ્યાનો જરા પણ અહેસાસ થવા દેતા નથી.

Gujarat : પેટે પાટા બાંધી બાળકોને ઉછેર્યા હોય અને તે બાળકો મોટા થઈ પોતાના પગભર થાય, તેમના ઘરે પણ પારણા બંધાઈ ગયા હોય ત્યારે મૂડીનુ વ્યાજ પૌત્ર કે પૌત્રી સાથે સુખેથી જીવન માણવાના સમયે જ પરિવાર તરછોડી મુકે તેનાથી મોટુ દુ:ખ સંસારમાં કયુ હોય..જેમના નસીબમાં આવુ દુ:ખ આવી પડ્યુ છે તેવા વૃદ્ધોને આશ્રમમાં દરેક તહેવારની ઉજવણી કરાવી તેમના દુ:ખના ઘડાને તોડી ભરપૂર સુખ આપી જોષીબાપા જન્મોના પુણ્ય પોતાના ભાથામાં બાંધી લે છે.

more article : Success Story : ચિનુ કાલા કોણ છે? માત્ર 300 રૂપિયા ખિસ્સામાં રાખીને તે 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી, 100 કરોડની કંપની બનાવી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *