સુરતમાં સ્મીમેરની નર્સે એવું કહ્યું કે બાલકક્રિષ્નાનો MRI 2150 રૂપિયામાં કરાવવો જ પડશે, દર્દીની માતાજોડે પૈસા ના હોવાથી ઘરેણા ગીરવે મૂકવા પડ્યા
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર લેવા માટે જતા હોય છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર મળતી હોવાના કારણે ગરીબ વર્ગના લોકો માટે મનપા સંચાલિત આ હોસ્પિટલ આશિર્વાદ સમાન બની જાય છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની એક નર્સના ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે એક માતાને કેન્સરગ્રસ્ત પુત્રની સારવાર કરાવવા માટે દાગીના ગીરવે મૂકવા પડ્યા હતા.
રિપોર્ટ અનુસાર સુરતના નાનપુરા વિસ્તારમાં બાલકક્રિષ્ના નામનો યુવક તેને પરિવારની સાથે રહેતો હતો. બાલકક્રિષ્નાને ખેંચની બીમારી હતી. તો રવિવારના રોજ એકાએક તેના મોઢામાંથી લોહી નીકળવા લગતા બાલકક્રિષ્નાની માતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં બાલકક્રિષ્નાને પ્રાથમિક સારવાર આપી તેના મોઢામાં દવા મૂકીને તેને ઘરે જવા માટે કહ્યું હતું. પણ બાલકક્રિષ્નાની તબિયત વધારે ખરાબ હોવાથી તેની માતા હંસા રાંદેરીએ હોસ્પિટલની નર્સને બાલકક્રિષ્નાને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવા માટે જણાવ્યું હતું.
તે સમયે નર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ કોઈ ધરમશાળા નથી. હોસ્પિટલમાં દાખલ થવું હોય તો તમારા MRI કરાવવો પડશે. બાલકક્રિષ્નાની માતા પાસે પૈસા પણ નહોતા. છતાં પણ તેમના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નહીં અને સોમવારે રિપોર્ટ લઇને આવવા માટે જણાવવામાં આવ્યું હતું. બાલકક્રિષ્નાનો MRI 2150 રૂપિયામાં થતો હોવાના કારણે હંસા રાંદેરીએ પોતાના કાનની બુટ્ટી ગીરવે મોકી દીધી હતી. ત્યારબાદ 4 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. હંસા રાંદેરીને દીકરાનો MRI કરાવવા અને મેડીકલમાંથી દવા માટે 4500 રૂપિયાની જરૂર હતી. પણ તેમની પાસે 4000 રૂપિયા હોવાના કારણે બાલકક્રિષ્નાની દવા આવી શકી નહીં.
મહત્ત્વની વાત છે કે, હોસ્પિટલમાં જો કોઈ ગરીબ દર્દી દાખલ થાય તો તેને રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પણ અહિયાં તો હોસ્પિટલમાંથી ડૉક્ટર દ્વારા બહારની મેડીકલની દવા લખી આપતા પરિવાર દીકરાની સારવાર કઈ રીતે કરાવવી તે ચિંતામાં ગરકાવ થયું છે.
મહત્ત્વની વાત છે કે, દર્દીઓએ રાહત મેળવવા માટે મેયરની ચિઠ્ઠી લખાવીને તેના પર હોસ્પિટલમાં RMOની સહી કરાવવી પડે છે અને ત્યારબાદ દર્દીને બીલમાં રાહત આપવામાં આવે છે. પણ ઘણા કિસ્સાઓમાં તો દર્દીની આર્થિક પરિસ્થિતિ અંત્યંત ખરાબ હોય તો દર્દીને સંપૂર્ણ રાહત આપવામાં આવે છે.