ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી કાળા માટલાઓમાં એમનું એમ સચવાયેલું છે ઘી, નથી આવતી ગંધ કે નથી પડી કોઈ જીવાત…!, ફોટાઓ જોઈને નહીં થાય વિશ્વાસ
તમે જાણતા હશો કે ગુજરાતના રઢુ ગામના કામનાથ મહાદેવ મંદિર આવેલું છે. જે મદિરમાં આશરે 600થી 650 વર્ષથી ઘી સાચવવામાં આવ્યું છે તો પણ તે ખરાબ થતું નથી. આ મંદિર વાત્રક નદીના કિનારે અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લામાં આવેલું છે.
આમ તો જ્યારે ઘરમાં ઘી સાચવવામાં આવે છે ત્યારે તેમાં એકાદ મહિના પછી ફુગ આવી જાય છે અને તે બગડવા લાગે છે. જોકે કામનાથ મહાદેવ મંદિરમાં 650 વર્ષ જૂનું જે ઘી સાચવવામાં આવ્યું છે તે સહજે બગડ્યું પણ નથી અને તેમાંથી કોઈપણ વાસ પણ આવતી નથી. હા, આ મંદિરમાં આશરે 620 જેટલા માટલામાં ઘી ભરેલું છે, જેના પ્રમાણમાં રોજબરોજ વધારો થતો રહે છે.
જોકે આ મંદિર માંથી ઘી બહાર લઈ જઈને બીજા કામમાં ઉપયોગ કરી શકાતો નથી. કારણ કે આવું કરવાથી ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. આ સાથે મંદિરમાં અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી છે. આ સિવાય દર વર્ષે અહીં ઘી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઘણું ઘી હોમી દેવામાં આવે છે તો પણ ઘીના પ્રમાણમાં ઘટાડો થતો નથી.
આ મંદિરમાં ઘી એકઠું થવા પાછળ ઘણી માન્યતાઓ જવાબદાર છે. હકીકતમાં આ ગામ અને આજુબાજુના ગામમાં જો કોઈ વ્યક્તિના ઘરે વાછરડાનો જન્મ થાય છે તો વલોણાનું ઘી આ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આજ કારણ છે કે વર્ષ દરમિયાન 50 જેટલા માટલાઓ ઘીથી ભરાઈ જાય છે. જેનો ઉપયોગ મંદિર કાર્યમાં કરવામાં આવે છે
પાંચ નદીઓના સંગમ સ્થાન પર બનાવવામાં આવેલું આ મંદિર વર્ષ 1455માં બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ ગામમાં સ્થિત કામદેવ મહાદેવ મંદિરની જ્યોત જેસંગભાઈ લાવેલા હોવાનું કહેવામાં આવે છે. એક લોકવાયકા અનુસાર જેસંગભાઈ વર્ષો પહેલા દરરોજ રાતે મહાદેવના દર્શન કરીને પછી જ ભોજન કરતાં હતા. આજ ક્રમમાં એક રાતે તેમના સપનામાં મહાદેવજી આવે છે અને કહે છે મને પુનાજ ગામેથી દીવો લઈને આવ.
જેના પછી સવારે તેમના સપના વિશે ગ્રામજનો વિશે કહે છે અને રઢુ ગામમાં તેઓ પહોંચે છે. રઢુ ગામથી પૂનાજ ગામ આશરે 8 કિલોમીટર દૂર છે. પછી જેસંગભાઈની વાત માનીને ગ્રામજનો પૂનાજ ગામે પહોંચીને જ્યોત લાવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યોત લાવવામાં આવી ત્યારે વરસાદ વરસતો હતો તો પણ જ્યોત ઓલવાઈ નહોતી. જેના પછી બધાને મહાદેવમાં આસ્થા વધી ગઈ અને આજે પણ ભક્તજનો મહાદેવની પૂજા અર્ચના કરે છે.