ગુજરાતમાં આ જગ્યાએ ૧૧૭ વીઘામાં રામાયણની થીમ પર બન્યું પહેલું “રામ વન”, ઘર બેઠા જ તસ્વીરોમાં જુઓ “રામ વન” ની ઝાંખી
૧૧૭ એકર જગ્યામાં ડેવલોપ થયેલા અર્બન ફોરેસ્ટને “રામ વન” નામ આપવામાં આવ્યું છે. જેમાં પ્રવેશતા ની સાથે જ તમે જીવંત રામાયણ માં પ્રવેશ કરતા હોય તેવી અનુભુતિ થવા લાગે છે. ભગવાન શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ અને તે દરમિયાન બનેલા વિવિધ પ્રસંગોને આધારે રાજકોટમાં આકાર પામેલા “રામ વન” ને તૈયાર કરાયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને વિશાળ અર્બન ફોરેસ્ટને મહાપાલિકા દ્વારા તૈયાર કરાયું છે. જેને રામચંદ્રજીના વનવાસ કાળ ની થીમ ઉપર ડેવલપ કરાયું છે.
૧૫ કરોડના ખર્ચે બનેલા આ વિશાળ પ્રોજેક્ટ રામાયણનાં વિવિધ ૨૫ પ્રસંગોને જીવંત રૂપ આપતા સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યા છે. પ્રવેશ દ્વાર પણ રામચંદ્રજીના ધનુષ આકારનું છે. અહીં શબરી સાથે રામ અને લક્ષ્મણનો પ્રસંગ, હનુમાનજીના સંજીવની પર્વત નો પ્રસંગ, રામ દરબારનું સંપુર્ણ સ્ટેચ્યુ, રામ અને ભરત મિલન ની ઝાંખી, જટાયુ સાથે નો પ્રસંગ, રામ અને સીતા સાથે હરણ નો પ્રસંગ, રામ અને કેવટનો પ્રસંગ, રામ અને સુગ્રીવનું મિલન, રામસેતુ સાથે નો પ્રસંગ પણ અલૌકિક રીતે દર્શાવવામાં આવ્યો છે.
રામ વનમાં ચાલી પણ શકાશે અને ઇલેક્ટ્રિક કાર પણ મળશે
રાજકોટ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટના લોકોને સારામાં સારી વ્યવસ્થા મળે તે માટેના મનપાના પ્રયાસો રહ્યા છે. રાજકોટમાં એક નવું નજરાણું એટલે કે રામ વન. ખાસ કરીને ટૂરિસ્ટો અને રાજકોટવાસીઓ માટે રામ વનમાં ચાલી પણ શકે અને ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગોના દર્શન કરી શકે તે પ્રકારનું આખુ આયોજન છે.
“રામ વન” માં માત્ર રામાયણના પ્રસંગો જ નહીં, પરંતુ અહીં આવતા સહેલાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. “રામ વન” ટુરિસ્ટ સ્પોટ બને અને પ્લાસ્ટિક મુક્ત બને તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. “રામ વન” વિશાળ જગ્યામાં બનેલું હોવાથી સંપુર્ણ રીતે સીસીટીવી થી સજ્જ છે. સાથો સાથ સમગ્ર “રામ વન” માં રામ ધુન વગાડતા સ્પીકર પર મુકવામાં આવ્યા છે.
અહીં આવતા દરેક વ્યક્તિને એ અહેસાસ થશે કે તેઓ જાણે જીવંત રામાયણ જોઈ રહ્યા હોય. ભગવાન શ્રીરામ દેશની આસ્થા સાથે જોડાયેલા છે. “રામ વન” એ અયોધ્યા બાદ રામચંદ્રજીના વનવાસ સમયને દર્શાવતું અદભુત ધામ બની જશે. અહીં અનેક પ્રસંગો મુકાયા છે જે રામાયણમાં જ સામેલ છે. તો રામ દરબાર એ સંપુર્ણ રામાયણના દર્શન કરાવે છે.
સાથે આ “રામ વન” ની અંદર ૮૦ હજાર જેટલા વૃક્ષોને ઉછેર કરાયો છે અને તેનું જતન પણ કરાયું છે. સાથે અહીં આવતા પ્રવાસીઓ માટે પણ ફુડ કોર્ટ નું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશ વિદેશથી આવતા સહેલાણીઓ માટે પણ અહીં ૧૦૦ લોકો જેટલા વ્યક્તિ બેસી શકે તેવી કોન્ફરન્સ એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે ઓપન એર થિયેટર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને બાળકો માટે પણ પ્લેગ્રાઉન્ડ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
“રામ વન” ને અલગ-અલગ ૨૫ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જે દરેક ભાગના રસ્તાઓ ને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. જે નામ રામાયણના પ્રસંગો ને જીવંત કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. “રામ વન” ની અંદર રામસેતુનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે અને સાથે એક તળાવ પણ સુંદર મજાનું જોવા મળશે.
તો “રામ વન” નો આ આર્ટિક્લ ખાસ અમે તમારા લોકો માટે લઈને આવ્યા છીએ અને તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ “રામ વન” કેવું લાગ્યું.